કૃષિ ક્ષેત્ર માટે કેન્દ્રની નવી ભેટ, હવે ટ્રેક્ટરનું ટેસ્ટિંગ માત્ર 75 દિવસમાં થશે પૂર્ણ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો

હવે ઈલેક્ટ્રીક અને સીએનજી ટ્રેક્ટર માર્કેટમાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો (Farmers)ને ડીઝલના ખર્ચનો બોજ ન પડે. કેટલીક યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ટ્રેક્ટર વિકસાવવામાં લાગ્યા છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી મોટી રાહત થશે.

કૃષિ ક્ષેત્ર માટે કેન્દ્રની નવી ભેટ, હવે ટ્રેક્ટરનું ટેસ્ટિંગ માત્ર 75 દિવસમાં થશે પૂર્ણ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો
Tractor Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 8:47 AM

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે (Ministry Of Agriculture) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ટ્રેક્ટરના ટેસ્ટિંગના સમયમાં ઘટાડો કર્યો છે. હવે 9 મહિનાના બદલે માત્ર 75 દિવસમાં ટેસ્ટિંગ પૂર્ણ થશે. જેના કારણે ખેતીમાં ટૂંક સમયમાં ટ્રેક્ટરના નવા મોડલ આવશે. તેનાથી ખેડૂતો(Farmers)નું કામ સરળ બનશે. કંપનીઓ ખેડૂતોની સુવિધા અને નવી ટેકનોલોજી અનુસાર નવા ટ્રેક્ટર બજારમાં ઉતારી શકશે. જ્યારે પણ નવું ટ્રેક્ટર (Tractor Industry)માર્કેટમાં આવે છે, તે પહેલા મધ્યપ્રદેશના બુડનીમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. અહીંથી ઓકે રિપોર્ટ આવ્યા બાદ જ તેને માર્કેટમાં લોન્ચ કરી શકાય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરતી બુધનીમાં સેન્ટ્રલ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (CFMTTI) છે. આઝાદીના અમૃત પર્વ અંતર્ગત સરકારે ખેડૂતો અને ટ્રેક્ટર કંપનીઓને આ ભેટ આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેક્ટર ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. હવે ઈલેક્ટ્રીક અને સીએનજી ટ્રેક્ટર માર્કેટમાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોને ડીઝલના ખર્ચનો બોજ ન પડે. કેટલીક યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ટ્રેક્ટર વિકસાવવામાં લાગ્યા છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી મોટી રાહત થશે.

અહીં ટ્રેક્ટરોનું ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે

સેન્ટ્રલ ફાર્મ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થા 1955 થી કાર્યરત છે. તે કૃષિ ક્ષેત્રમાં મશીનોની બદલાતી જરૂરિયાતો સાથે તાલમેલ રાખે છે. કંપનીઓને સાધનોમાં ફેરફાર કરવા સૂચના આપે છે. ટ્રેક્ટર કંપનીઓએ તેમના ટ્રેક્ટરનું ટેસ્ટિંગ કરાવવા માટે બુધની આ સંસ્થામાં તેમનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યાર બાદ ટેસ્ટિંગ ફી ચૂકવ્યા બાદ ટેસ્ટનો નંબર આવે છે. અગાઉ આ પ્રક્રિયામાં 9 મહિનાનો સમય લાગતો હતો જે હવે ઘટાડીને માત્ર અઢી મહિના કરવામાં આવ્યો છે. આ સૂચનાઓ 15 ઓગસ્ટથી અમલમાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વાર્ષિક સરેરાશ આઠ લાખ ટ્રેક્ટરનું વેચાણ થઈ રહ્યું છે

ટ્રેક્ટરનું વેચાણ કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે જોડાયેલું છે. જ્યારે ખેડૂતો પાસે પૈસાની સગવડ હોય છે ત્યારે તેઓ ટ્રેક્ટર ખરીદે છે. એક ટ્રેક્ટરની સરેરાશ કિંમત 8 લાખ રૂપિયા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી દેશમાં વાર્ષિક સરેરાશ 8 લાખ ટ્રેક્ટરનું વેચાણ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે ટ્રેક્ટરના નવા મોડલ અને ફીચર્સ આવી રહ્યા છે.

હવે ખાસ કરીને નાના ટ્રેક્ટરોનો યુગ આવી રહ્યો છે. કારણ કે ભારતમાં કૃષિનું હોલ્ડિંગ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના ટ્રેક્ટર વધુ ઝડપથી મળશે. ભારત ટ્રેક્ટરનો મોટો નિકાસકાર પણ છે. હવે ભારતીય ટ્રેક્ટર કંપનીઓ શક્ય તેટલી વહેલી તકે અન્ય દેશો માટે નવા મોડલ તૈયાર કરીને વેચી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">