ખેતીને સરળ બનાવે છે NO-till ફાર્મિંગ, ઓછા ખર્ચે મળે છે બંપર ઉત્પાદન, જાણો શું છે આ પદ્ધતિ

ખેતર ખેડવા માટે ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત વધુ ખેડ કરવાની આડઅસર પણ સામે આવે છે. ત્યાર આજે અમે અહીં ખેતીની એક નવી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ.

ખેતીને સરળ બનાવે છે NO-till ફાર્મિંગ, ઓછા ખર્ચે મળે છે બંપર ઉત્પાદન, જાણો શું છે આ પદ્ધતિ
No till FarmingImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:10 PM

બદલતા સમય સાથે ખેતીની તકનીકોમાં પણ ફેરફારો આવી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો પાક વાવતા પહેલા ખેતરને અનેક વખત ખેડે છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત વધુ ખેડ કરવાની આડઅસર પણ સામે આવે છે. ત્યાર આજે અમે અહીં ખેતીની એક નવી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ.

આ તકનીકનું નામ NO-till ફાર્મિંગ છે. હવે ખેડૂતો આ તકનીક અપનાવી રહ્યા છે. NO-till ફાર્મિંગ એટલે ખેડ વગરની ખેતી. આ તકનીકમાં જમીનને ખેડ્યા વિના જ વર્ષો સુધી પાક ઉગાડવામાં આવે છે. આ કૃષિની નવી તકનીક છે. જેમાં ખેડૂતોને સારો ફાયદો થાય છે. હવે આપણે જાણીએ કે ખેડ વગરની ખેતીથી શું લાભ થાય છે અને શું નુકસાન થાય છે.

ખેડ વગરની ખેતી

ખેડ વગરની ખેતીના અનેક ફાયદા છે. ખેતરમાં મુખ્ય પાકની લણણી બાદ ખેડ કર્યા વગર જ બીજો પાક વાવી દેવામાં આવે છે. તેનાથી જૂના પાકના અવશેષોમાંથી નવો પાક પોષણ મેળવે છે. આ તકનીક દ્વારા તમે ચણા, મકાઈ, ધાન, સોયાબીન વગેરે જેવા પાક ઉગાડી શકો છો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખેડ વગરની ખેતીના મુખ્ય સિદ્ધાંતો

  • ખેડ વગરની ખેતીમાં સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે ખેડ ન કરવી, માટીને પલટવી નહીં. આ તકનીકમાં જમીનમાં છોડના મૂળના પ્રવેશ દ્વારા અને અળસિયા, નાના પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો દ્વારા જમીનને કુદરતી રીતે ખેડવામાં આવે છે.
  • બીજો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારના ખાતર અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો, ખેડ અને ખાતરના પ્રયોગથી છોડ નબળો પડે છે અને જીવાતોના અસંતુલનની સમસ્યા વધે છે.
  • ત્રીજો સિદ્ધાંત સપાટી પર કાર્બનિક અવશેષોની હાજરી છે. કાર્બનિક અવશેષો પ્રથમ એકત્રિત કરવામાં આવે છે. પછી આ કચરો જમીનની સપાટી પર ફેલાય છે. તે ખેતરમાં પાણીનો પૂરતો જથ્થો જાળવી રાખે છે અને પ્રાણીઓ માટે ખોરાક તરીકે કામ કરે છે. તે વિઘટન થતું જાય છે. આમાંથી ખાતર બનાવવામાં આવે છે. આ કારણે છોડમાં નીંદણ પણ ઉગતું નથી.
  • ચોથો સિદ્ધાંત પાક ચક્ર અપનાવવાનો છે, એટલે કે એક પાકના ઉત્પાદન પછી બીજા પાકની વાવણી ખેડાણ કર્યા વિના કરવામાં આવે છે.
  • પાંચમો સિદ્ધાંત છે કે ખેતરમાં નિંદામણ ન કરવું જોઈએ. તેનો સિદ્ધાંત એ છે કે નીંદણને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે નિયંત્રિત કરવું જોઈએ, ઓછી માત્રામાં નીંદણ જમીનને ફળદ્રુપ બનાવવામાં સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરે છે.

ખેડ વગરની ખેતીના લાભ

  • જમીનની ફળદ્રુપ ક્ષમતા વધે છે, જમીનનું ધોવાણ ઘણું ઓછું થાય છે. પાકની ઉત્પાદકતા વધે છે.
  • સિંચાઈ અંતરાલ વધે છે, જમીનમાં ભેજ રહે છે.
  • જમીનનું પાણીનું સ્તર સુધરે છે, જમીનની જળ ધારણ કરવાની ક્ષમતા વધે છે, જમીનમાંથી પાણીનું બાષ્પીભવન ઘટે છે.
  • ખેડાણ ન કરવાથી સમય અને નાણાંની બચત થાય છે. રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઓછી રહે છે, ખર્ચ પણ ઘટે છે.
  • જમીનની અંદર અને બહાર જોવા મળતા ઉપયોગી સૂક્ષ્મ જીવોને નુકસાન થતું નથી.
  • ખેડાણ વિનાની ખેતી જૈવિક, રસાયણ મુક્ત શુદ્ધ ઉત્પાદનો આપે છે, જેની બજારમાં સારી માગને કારણે આવક વધે છે.
  • ખાતર બનાવવામાં કચરાના ઉપયોગને કારણે રોગોમાં ઘટાડો થાય છે. પરાળ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થશે.

ખેડ વગરની ખેતીથી નુકશાન

વાવણીમાં મુશ્કેલી: પાક લણણી બાદ ખેતરમાં માટી કડક થઈ જાય છે જેનાથી બીજા પાકના વાવેતરમાં મુશ્કેલી પડે છે.

નિંદામણનાશકનો ઉપયોગ: ઘણી વખત ખેડૂતો પાકની વચ્ચેના જંગલી છોડને દૂર કરવા માટે નિંદામણનાશકનો ઉપયોગ કરે છે જે સારું નથી. જોકે ખેતર ખેડવામાં આ સમસ્યા આવતી નથી. તેમા ખેડથી જ મોટાભાગનું નિંદામણ દૂર થઈ જાય છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">