ભારતને કૃષિ ક્ષેત્રમાં મળી મોટી સફળતા, નેનો ડીએપી અને યુરિયાને મળી પેટન્ટ

વિશ્વના ખાતર ઉદ્યોગમાં આ એક ગેમ ચેન્જર પ્રોડક્ટ સાબિત થશે. ઇફ્કો (IFFCO) માત્ર નેનો DAP પર જ અટકતું નથી. તે નેનો ઝિંક અને નેનો કોપર પણ વિકસાવી રહી છે. નેનો યુરિયાનું ઉત્પાદન પહેલાથી જ થઈ રહ્યું છે.

ભારતને કૃષિ ક્ષેત્રમાં મળી મોટી સફળતા, નેનો ડીએપી અને યુરિયાને મળી પેટન્ટ
Nano DAP
Image Credit source: TV9 Digital
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jul 02, 2022 | 9:28 AM

ભારતને કૃષિ ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO), જે વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં પ્રથમ સ્થાન ધરાવે છે, તેને નેનો ડીએપી અને યુરિયાની પેટન્ટ પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષ સુધીમાં ખેડૂતોને નેનો ડીએપી મળવા લાગશે. જે પરંપરાગત ડીએપીની તુલનામાં માત્ર આર્થિક જ નહીં પરંતુ તે પર્યાવરણને અનુકૂળ અને પાક માટે વધુ સારું પણ હશે. નેનો યુરિયા બાદ ભારતે નેનો ડીએપી(Nano DAP)માં પણ બાજી મારી છે. જે કામ કોઈ દેશ કરી શક્યું નથી તે ભારતના વૈજ્ઞાનિકોએ કર્યું છે. વિશ્વના ખાતર ઉદ્યોગમાં આ એક ગેમ ચેન્જર પ્રોડક્ટ સાબિત થશે. IFFCO માત્ર નેનો DAP પર જ અટકતું નથી. તે નેનો ઝિંક અને નેનો કોપર પણ વિકસાવી રહી છે. નેનો યુરિયાનું ઉત્પાદન પહેલાથી જ થઈ રહ્યું છે.

નેનો ડીએપી કૃષિ માટેના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરીને ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવશે. ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પેટન્ટ 20 વર્ષ સુધી મળી છે. નેનો ડીએપી પણ લિક્વિડ યુરિયાની જેમ 500-500 mlની બોટલમાં હશે. એટલે કે હવે 50 કિલોની ડીએપીની બોરીને બદલે ખેડૂતોને બજારમાં માત્ર 500 એમએલની બોટલ જ મળશે. આ જાળવણીને સરળ બનાવશે. પરિવહન ખર્ચ ઓછો થશે. જેનો લાભ ખેડૂતોને મળશે. નેનો ડીએપી પણ IFFCO ના નેનો બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે.

ક્યાં કેટલું થશે ઉત્પાદન

ગુજરાત સ્થિત IFFCOના કલોલ વિસ્તરણ યુનિટ, કંડલા યુનિટ અને ઓડિશામાં પારાદીપ યુનિટમાં બનાવવામાં આવશે. ત્રણેય એકમોમાં દરરોજ 500 ml નેનો DAPની 2-2 લાખ બોટલ તૈયાર કરવામાં આવશે. ઇફ્કોના કલોલ યુનિટમાં માર્ચ 2023 સુધીમાં ઉત્પાદન શરૂ થશે. જુલાઇ 2023 સુધીમાં ઓડિશાના પારાદીપમાં ઉત્પાદન શરૂ થશે. ગુજરાતના કંડલામાં ઓગસ્ટ 2023 સુધીમાં ઉત્પાદન શરૂ થશે. IFFCO DAP ની ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. હવે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર સાથે જોડવામાં આવી રહ્યું છે.

3000 કરોડનું રોકાણ કરવામાં આવશે

નેનો ફર્ટિલાઇઝર્સ વિકસાવવા માટે લગભગ રૂ. 3000નો ખર્ચ થશે. જેમાંથી 720 કરોડની રકમ ફાળવવામાં આવી છે. IFFCO નેનો યુરિયા, નેનો DAP અને નેનો સૂક્ષ્મ પોષકતત્ત્વોના ઉત્પાદન માટે અમલા, ફુલપુર, કલોલ (એક્સ્ટેંશન), બેંગ્લોર, પારાદીપ, કંડલા, દેવઘર અને ગુવાહાટી ખાતે એકમો સ્થાપવાનું કામ ચાલુ છે. જેથી તે ખેડૂતોને વહેલી તકે મળી શકે.

નેનો ફર્ટિલાઇઝર્સ પરની આ સફળતાનો સૌથી મોટો શ્રેય નેનો બાયોટેકનોલોજી રિસોર્સ સેન્ટરને જાય છે. જેની સ્થાપના 2018માં કરવામાં આવી હતી જેથી કરીને વિવિધ નેનો ખાતરો પર સંશોધન કરી શકાય. જ્યાં સુધી નેનો યુરિયાની વાત છે તો 31 મે 2021ના રોજ દેશમાં પ્રથમ વખત તેની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે તેનું કોમર્શિયલ ઉત્પાદન તે જ વર્ષે જૂનમાં શરૂ થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં નેનો યુરિયા લિક્વિડની 30 મિલિયન બોટલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati