IIT રૂરકીએ લોન્ચ કરી KISAN એપ, ખેડૂતોને બ્લોક લેવલ સુધી હવામાન સંબંધી મળશે માહિતી

એક અધિકારીએ જણાવ્યું કે આ એપ શરૂઆતમાં હરિદ્વાર જિલ્લાના ખેડૂતોને બ્લોક લેવલની હવામાનશાસ્ત્રની માહિતી આપશે. આગામી મહિનામાં અન્ય જિલ્લાઓ ઉમેરવામાં આવશે.

IIT રૂરકીએ લોન્ચ કરી KISAN એપ, ખેડૂતોને બ્લોક લેવલ સુધી હવામાન સંબંધી મળશે માહિતી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:49 PM

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રૂરકીએ ખેડૂતો માટે ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ખેડૂતો બ્લોક લેવલ સુધી હવામાનની માહિતી મેળવી શકશે. એપ ખાસ કરીને કૃષિ સંબંધિત હવામાનની આગાહી પર સલાહકાર બુલેટિન પણ બહાર પાડશે. આની મદદથી ખેડૂતો તેમના કૃષિ કાર્યોનું આયોજન કરી શકશે. આ હવામાનને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. ખેડૂતો આ એપ દ્વારા હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી મેળવી શકશે.

IIT રૂરકીની આ એપને કિસાન (KISAN) નામ આપવામાં આવ્યું છે. તે માત્ર કૃષિ હવામાનની આગાહી માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. કિસાન મોબાઈલ એપ વિશે માહિતી આપતા, ભારતીય હવામાન વિભાગ (IMD)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (હવામાન વિજ્ઞાન) કેકે સિંઘે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે કિસાન એપ દ્વારા ખેડૂતો હવામાનની બ્લોક લેવલ સુધીની આગાહીની માહિતી મેળવી શકશે.

માહિતી હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે

તેમણે કહ્યું કે અમે દર ગુરુવાર અને શુક્રવારે કૃષિ સંબંધિત હવામાન આગાહી બુલેટિન જાહેર કરીએ છીએ. તેના આધારે એપ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવશે. ખેડૂતો પણ આ બુલેટિન પર પ્રતિભાવ આપી શકશે. તેમણે કહ્યું કે એપ બે ભાષાઓમાં સેવા આપશે. ખેડૂતો પોતાના માટે હિન્દી અને અંગ્રેજીમાં કોઈપણ એક ભાષા પસંદ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સમગ્ર ઉત્તરાખંડના હવામાન વિશે માહિતી ઉપલબ્ધ થશે

આ એપને વરિષ્ઠ વૈજ્ઞાનિક ખુશ્બૂ મિર્ઝા દ્વારા ચીફ જનરલ મેનેજર, રિજનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની દેખરેખ હેઠળ વિકસાવવામાં આવી છે. એપ ડેવલપ કરનારી ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ એપ શરૂઆતમાં હરિદ્વાર જિલ્લાના ખેડૂતોને બ્લોક લેવલની હવામાનશાસ્ત્રની માહિતી આપશે. આગામી મહિનામાં અન્ય જિલ્લાઓ ઉમેરવામાં આવશે. બાદમાં દેહરાદૂન અને પૌરીના ખેડૂતો પણ હવામાન સંબંધિત માહિતી મેળવી શકશે. બાદમાં ઉત્તરાખંડના તમામ જિલ્લાઓને એપમાં આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો: સાવધાન: ઈન્ટરનેટ પર ફ્રી iPhone 13 ની લાલચમાં એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો સ્કેમર્સએ કેવી રીતે ફેલાવી છે જાળ

આ પણ વાંચો: Tech Tips: Truecaller પરથી નામ અને નંબર કેવી રીતે હટાવવા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">