મગફળીની ખેતી કરવા ખેડૂતે બનાવ્યું ત્રણ પૈડાનું મીની ટ્રેક્ટર, જુઓ મીની ટ્રેક્ટરનાં મોટા કામ

આ ટ્રેકટર બનાવ્યું છે પોરબંદર જીલ્લાનાં કુછડી ગામના ધરતીપુત્ર બાલુભાઇ કુછડ઼ીયાએ. વર્ષ-2012માં તેમણે સફળતા પુર્વક મીની ટ્રેક્ટર બનાવ્યું. ટ્રેક્ટર બનાવવા માટે તેમણે દેશી છકડાનાં એન્જિન અને મારૂતિવાનનાં ગિયરબોક્ષનો ઉપયોગ કર્યો.

મગફળીની ખેતી કરવા ખેડૂતે બનાવ્યું ત્રણ પૈડાનું મીની ટ્રેક્ટર, જુઓ મીની ટ્રેક્ટરનાં મોટા કામ
ત્રણ પૈડાનું ટ્રેકટર
Follow Us:
| Updated on: Jan 03, 2021 | 6:42 PM

કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. જેમ-જેમ માણસને જરૂરિયાત પડતી ગઈ તેમ-તેમ માનવીએ નવી ચીજવસ્તુની શોધખોળ કરી. કંઈક આવી જ કહાની છે, પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં રહેતા ધરતીપુત્ર બાલુભાઇની, જેમને ખેતી કરવા માટે જરૂર હતી ટ્રેક્ટરની. તેઓ જે પ્રકારની ખેતી કરતા હતા તેમાં વજનદાર ટ્રેક્ટરની જરૂર ન હતી, તેથી પ્રગતિશીલ ખેડૂતોએ વિચાર કર્યો મિની ટ્રેક્ટર બનાવાનો. પોતાની આવડત અને કોઠાસૂઝથી બાબુભાઈએ કમાલ કરી અને બનાવ્યું મિની ટ્રેક્ટર.

આ પણ વાંચો: ખેડૂતના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં મળશે 2 લાખ રૂપિયાની સહાય, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ કરો અરજી

ચાર પૈડા નહિ ત્રણ પૈડાનું ટ્રેકટર. આ ટ્રેકટરને જોઇને કોઇ કહિ ઉઠે કે આ તે કેવુ સાધન છે. પરંતુ જે ખેડૂત મિત્રો મગફળી જેવા પાકની ખેતી કરે છે તેમને ખબર છે કે આ ટ્રેકટર કેટલુ ઉપયોગી છે. આ ટ્રેકટર બનાવ્યું છે પોરબંદર જીલ્લાનાં કુછડી ગામના ધરતીપુત્ર બાલુભાઇ કુછડ઼ીયાએ. તેઓને ખેતીનો વ્યવસાય વારસામાં મળ્યો છે. તેઓ મગફળીની ખેતી કરતા હતા. તેનાં માટે ભારે વજનનું ટ્રેક્ટર વધુ લાભદાયક ન હતું. તેથી તેઓ બળદથી ખેતર ખેડતા હતા જેથી જમીન પર વજન ન આવે અને તે દબાઇ ન જાય. પરંતુ બળદથી ખેતી કરતા કાર્યક્ષમતા ઓછી રહેતી હતી. ફ્ટાફટ કામ થતુ નહોતુ. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા તેમને મિનિ ટ્રેક્ટર બનાવવાનું વિચાર્યું. તેમને પ્રયત્ન કર્યા પણ 2006ના વર્ષમાં તેમને નિષ્ફળતા મળી તો પણ ખરા ધરતીપુત્રની જેમ તેમણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને છેવટે 2012માં તેમણે સફળતા પુર્વક મિનિટ્રેક્ટર બનાવ્યું.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

વર્ષ-2012માં આ ટ્રેક્ટર બનાવવા બાલુભાઇએ 60 હજાર જેટલો ખર્ચો કર્યો હતો. આ મિનિ ટ્રેક્ટર બનાવવા માટે તેમણે દેશી છકડાનાં એન્જિન અને મારૂતિવાનનાં ગિયરબોક્ષનો ઉપયોગ કર્યો. અહિં ખાસ વાત તો એ છે કે બાલુભાઇ માત્ર 6 ધોરણ ભણ્યા છે, પરંતુ પોતાની કોઠાસુઝ તેમણે કામે લગાડી આ ટ્રેક્ટર ત્રણ પૈડાનું હોવાને કારણે વાળવામાં સમય ઓછો જાય છે. જમીનનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે. પ્રતિ કલાક મોટા ટ્રેકટરની સરખામણીએ આ ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ 255 જેટલો ઓછો છે. પાકની હાર પ્રમાણે પાછળનાં બે પૈડા વચ્ચેના ગાળામાં પણ ફેરફાર કરી શકાય છે.

આ મિનિ ટ્રેક્ટરથી ખેતકાર્યો જેવા કે જમીનની તૈયારી, વાવણી, આંતરખેડ વગેરે સરળતાથી થઇ શકે છે. બાલુભાઇનું માનવું છે કે બળદને બદલે જો ખેડૂત આ ટ્રેક્ટર અપનાવે તો તેને ફાયદો છે. બે બળદને બદલે ખેડૂત જો બે ગાય પાળે તો તેને છાણ અને ગૌમુત્રમાંથી ખાતર મળી રહેશે અને દૂધ પણ મળશે. આ રીતે ખેડૂતને ફાયદો જ ફાયદો છે. આવુ અનોખુ અને ઉપયોગી ટ્રેક્ટર બનાવવા માટે સરકારે પણ બાલુભાઇને બિરદાવ્યા છે. 2013માં તેમને કૃષિક્ષેત્રમાં આ યોગદાન આપવા બદલ ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કારાયા હતા. હાલમાં જો કોઇ ખેડૂત ઓર્ડર આપે તો બાલુભાઇ આ રીતના ટ્રેક્ટર બનાવીને વેચે છે. હવે તો અન્ય ખેડૂતની જરૂરિયાત મૂજબ તે ટ્રેક્ટરમાં મોડિફિકેશન પણ કરે છે. જાત મહેનત જીંદાબાદ વિચારથી બાલુભાઇએ બનાવેલુ આ ટ્રેક્ટર આવનાર સમયમાં પણ ખેડૂતોને પ્રગતિનાં પંથે આગળ લઇ જશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">