Agricultural Machinery: ખેડૂતોએ નહીં ખરીદવા પડે મોંઘા કૃષિ સાધનો, અહીંયા ભાડેથી લઈ-આપી શકશો ખેતીના ઓજારો

ભારતમાં મોટા પાયે લઘુ અને સીમાંત ખેડૂતો રહે છે આ ખેડૂતો(Farmers)ની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ મોંઘી કિંમતના કૃષિ સાધનો ખરીદી શકે. ત્યારે આ સ્થિતિમાં આ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે આ સુવિધા આપી છે.

Agricultural Machinery: ખેડૂતોએ નહીં ખરીદવા પડે મોંઘા કૃષિ સાધનો, અહીંયા ભાડેથી લઈ-આપી શકશો ખેતીના ઓજારો
Agricultural MachineryImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 2:25 PM

અન્ય ક્ષેત્રોની જેમ ખેતી પણ આધુનિક યુગ તરફ જઈ રહી છે. આજે કૃષિ(Agriculture)માં ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. અલગ-અલગ ટેક્નોલોજી(Technology) અપનાવી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. તેનાથી ઘણા અંશે ખેડૂતોને સમસ્યાઓ અને ખર્ચમાંથી રાહત મળી છે. જોકે ભારતમાં મોટા પાયે લઘુ અને સીમાંત ખેડૂતો રહે છે આ ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ મોંઘી કિંમતના કૃષિ સાધનો ખરીદી શકે. ત્યારે આ સ્થિતિમાં આ ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી FARMS-Farm Machinery Solutions App લોન્ચ કરવામાં આવી હતી. આ એપના ઉપયોગથી ખેડૂતો (Farmers) ભાડા પર સાધનો લઈ ખેતીમાં નફો મેળવી શકે છે.

આ રીતે રજીસ્ટ્રેશન કરો

આ એપ ભારત સરકારના કૃષિ અને કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેડૂતો આ એપ દ્વારા ટ્રેક્ટર, ટ્રોલી, રોટાવેટર જેવી તમામ મશીનરી ભાડા પર લઈ શકે છે. સૌ પ્રથમ, ખેડૂતોએ Google Play Store પરથી આ એપ ડાઉનલોડ કરવાની રહેશે, ત્યાર બાદ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો ખેડૂતો કૃષિ મશીનરી ભાડે લેવા માંગતા હોય, તો તેઓએ વપરાશકર્તા કેટેગરીમાં નોંધણી કરાવવી પડશે. જો તમે ભાડા પર મશીનરી આપવા માંગો છો, તો તમારે સર્વિસ પ્રોવાઈડરની કેટેગરી હેઠળ નોંધણી કરાવવી પડશે. હાલમાં આ એપ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સબસિડી પર પણ ખરીદી શકાય છે કૃષિ મશીન

જો તમે કૃષિ મશીનરી ખરીદવા સક્ષમ છો, તો કેન્દ્ર સરકાર પણ તમને મદદ કરે છે. કેન્દ્ર સરકારની સરકાર ફાર્મ મશીનરી સ્કીમ હેઠળ ખેડૂતોને સબસિડીવાળા ભાવે ખેતીના મશીનો પૂરા પાડે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો પણ તેમના સંબંધિત સ્તરે ખેડૂતોને સબસિડી આપે છે. વધુ માહિતી માટે, તમે સંબંધિત રાજ્ય સરકારના કૃષિ વિભાગની વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">