હવે TESLAની કાર BITCOINથી ખરીદી શકાશે, ELON MUSK એ ટ્વિટર દ્વારા આપી માહિતી

વિશ્વના ધનિકોની યાદીમાં પ્રથમ હરોળમાં બિરાજમાન એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટર પરથી માહિતી આપતાં તેમણે કહ્યું કે હવે ટેસ્લાની કાર બિટકોઇનથી પણ ખરીદી શકાશે.

  • Publish Date - 7:10 am, Thu, 25 March 21 Edited By: Pinak Shukla
હવે TESLAની કાર BITCOINથી ખરીદી શકાશે, ELON MUSK એ ટ્વિટર દ્વારા આપી માહિતી
ELON MUSK - CEO - TESLA

વિશ્વના ધનિકોની યાદીમાં પ્રથમ હરોળમાં બિરાજમાન એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટર પરથી માહિતી આપતાં તેમણે કહ્યું કે હવે ટેસ્લાની કાર બિટકોઇનથી પણ ખરીદી શકાશે. ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે જેની માલિકી એલોન મસ્કની છે. મસ્કની ઘોષણા પછી ફરી એકવાર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય વધશે.

મસ્કે ટ્વીટ કર્યું, “તમે ટેસ્લાની કાર બિટકોઇન દ્વારા પણ ખરીદી શકો છો.” મસ્ક પહેલાથી જ ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપે છે. ગયા મહિને એલોન મસ્કએ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આવી સ્થિતિમાં ક્રિપ્ટોકરન્સીના ભાવ આ પગલા પછી એકવાર વધવાની ધારણા છે.

 

કંપની વતી કહેવામાં આવ્યું છે કે હાલના કાયદા અનુસાર શરૂઆતમાં મર્યાદિત ધોરણે બિટકોઇનની ચુકવણી સ્વીકારવામાં આવશે. બિટકોઇન વિશે સતત વિવિધ ચર્ચાઓ થાય છે. ઉબરના માલિકે કહ્યું કે મીટિંગમાં ચર્ચા થઈ હતી કે બિટકોઇનમાં રોકાણ કરવું જોઈએ? જેને બધા દ્વારા નકારી કાઢવામાં આવી હત પરંતુ ઉબર બિટકોઈનમાં ચૂકવણી સ્વીકારશે જ્યારે બિટકોઇન અંગેનો ઉત્સાહ અને આશંકાઓ વિશ્વભરમાં મજબૂત છે ત્યારે ભારતમાં આવનારા સમયમાં પણ તેના પર પ્રતિબંધ લગાવી શકાય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન સાથે ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે બીટકોઈનના શક્ય તેટલા રોકડ રિટર્નને વધારવા માટે તેણે બિટકોઈન ખરીદ્યો છે. મસ્ક આ દિવસોમાં તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહિત કરતા જોઇ શકાય છે.