યુવતીએ પ્રપોઝલનો કર્યો અસ્વીકાર, યુવકે કોલેજમાં જ તેનું ગળું કાપી કરી દીધી હત્યા, જાણો સમગ્ર મામલો

કોલેજની વિદ્યાર્થીનીનું તેની સાથે જ ભણતા છોકરાએ ગળું કાપીને હત્યા કરી દીધી હતી. તેનું ગળું કાપ્યા પછી, આરોપી છોકરો કોલેજમાં જ રહ્યો અને જ્યારે પોલીસ આવી ત્યારે તેણે સરેન્ડર કર્યું હતું.

યુવતીએ પ્રપોઝલનો કર્યો અસ્વીકાર, યુવકે કોલેજમાં જ તેનું ગળું કાપી કરી દીધી હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 02, 2021 | 4:18 PM

કેરળના કોટ્ટાયમ જિલ્લાની એક પ્રીમિયર કોલેજમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીની સાથે ભણતા છોકરાએ જ તેની ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. છોકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યારે તેળું કાપનાર છોકરો ત્યાં જ ઉભો રહ્યો અને જ્યારે પોલીસ આવી ત્યારે તેણે સરન્ડર કર્યું.

આરોપીની ઓળખ 22 વર્ષીય અભિષેક બૈજુ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ અભિષેક યુવતી સાથે એકતરફી પ્રેમ કરતો હતો. શુક્રવારે યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી હતી અને બહાર બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા. મૃતક યુવતી અને અભિષેક તેમની પરીક્ષા પૂરી કરી પરીક્ષા હોલમાંથી બહાર આવ્યા હતા. બંનેને સાથે ચાલતા જોવામાં આવ્યા હતા અને કેટલીક દલીલ બાદ અભિષેકે છરી કાઢીને યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવતીનું મોત થયું હતું

યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બંને BBA અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ હતા. કોટ્ટાયમ રૂરલ એસપી ડી.શિલ્પાએ કહ્યું કે, પોલીસ પોતાનું કામ કરી રહી છે અને તેની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાર્ડે જોયું, તે કંઇ કરે તે પહેલા જ યુવકે છરીથી હુમલો કરી દીધો

જે જગ્યા પર વિદ્યાર્થીની પર હુમલો કરવામાં આવ્યો ત્યાંથી થોડે દૂર ઉભેલા એક કોલેજના સુરક્ષાકર્મીએ કહ્યું કે, તેણે જોયું કે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. અચાનક યુવકે વિદ્યાર્થીને માર મારવાનું શરૂ કરી દીધું. આ જોતાની સાથે જ સિક્યુરિટી ગાર્ડ બંને તરફ આગળ વધવા લાગ્યો હતો. પરંતુ તે કંઈ કરે તે પહેલા જ યુવકે વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કરી દિધો અને તેનું ગળું કાપી નાખ્યું હતું. બૈજુને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે હત્યા પાછળ એક તરફી પ્રેમ નું કારણ હોઇ શકે છે.

આ પણ વાંચો: Mahatma Gandhi Jayanti: મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- બાપુનું જીવન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati