યોગી સરકારે માફિયા મુખ્તાર અંસારીનો અભેદ કિલ્લો કર્યો ધ્વસ્ત, હવે સામ્રાજ્યનો થશે ખાત્મો

મુખ્તાર અને એના સહયોગીઓ પર યૂપી પોલીસે કાબિલે તારીફ કાર્યવાહી કરી છે. માફિયા અને તેના સાથીદારોએ કબજે કરેલી સરકારી જમીન ખાલી કરાવી, અને 192 કરોડ 6 લાખ 22 હજાર રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.

  • tv9 webdesk37
  • Published On - 11:17 AM, 7 Apr 2021
યોગી સરકારે માફિયા મુખ્તાર અંસારીનો અભેદ કિલ્લો કર્યો ધ્વસ્ત, હવે સામ્રાજ્યનો થશે ખાત્મો
યોગી સરકારની લાલ આંખ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માફિયા મુખ્તાર અંસારીના અભેદ કિલ્લાને ધ્વસ્ત કરી દીધો છે. હવે તેના મૂળ શોધવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કારણથી જ મુખ્તારના યુપી આવવામાં ડર લાગતો હતો. મુખ્તાર અને એના સહયોગીઓ પર યૂપી પોલીસે કાબિલે તારીફ કાર્યવાહી કરી છે. માફિયા અને તેના સાથીદારોએ કબજે કરેલી સરકારી જમીન ખાલી કરાવી, અને જપ્ત કરેલી સંપતિનું મુલ્ય આશરે 192 કરોડ 6 લાખ 22 હજાર રૂપિયા છે. 41 કરોડમાં વાર્ષિક ગેરકાયદેસર આવક પણ બંધ કરાવવામાં આવી છે.

ગેંગના 96 સભ્યની ધરપકડ, 72 લાઇસન્સ રદ

પોલીસે ગેંગના 96 સભ્યોની ધરપકડ કરી છે અને 75 ગુનેગારો સામે ગંગેસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. 72 શસ્ત્રોના લાઇસન્સને રદ કરવામાં અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાત સહયોગી ઠેકેદારો (પીડબ્લ્યુડી અને કોલસા) સામે કેસ નોંધીને હથિયાર લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ છ અન્ય ઠેકેદારોના ચરિત્ર પ્રમાણપત્રને નિરસ્ત કરવામાં છે. ગુંડા એક્ટ હેઠળ, 12 ગુનેગારોને બંધ કરવામાં આવ્યા છે. ગાઝપુરના થાના યુસૂફપુર મોહમ્માબાદના નિવાસી માફિયા મુખ્તાર અંસારી, પંજાબની રોપર જેલમાં બંધ હતો, અને કોર્ટના આદેશ પર યુપી પોલીસને કેસની સુનાવણીના સંબંધમાં યુપી લઇ આવી છે.

મજબુત એક્શન

પોલીસે માફિયાની પત્ની અફસા અંસારી અને બે સાળા સરજીલ રજા, અનાવર શહજાદના સામે ગાજીપુરમાં જમીન પર ગેરકાયદેસર કબજો કરવા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ જામીનની કિંમત આશરે 18 લાખ છે અને નુકસાનના રૂપમાં 26,43,600 ની કુલ રકમ વસૂલ કરવામાં આવી રહી છે. પોલીસે માફિયાની પત્ની અને પુત્ર અબ્બાસ અંસારી અને ઉમર અંસારી સહિતના 12 લોકો સામે પટ્ટાની જમીન પર હોટલ બનાવવા પર કેસ કર્યો છે. પત્ની અને સાળાના વિરુદ્ધ ગંગેસ્ટરમાં મુકદ્દમો છે. તેમના કબજા સાથે, પોલીસે 2.75 કરોડની જમીન ખાલી કરાવી છે.

મળ્યા વાયરલેસ સેટ, છ બેટરી, એક બુલેટ-પ્રૂફ ફોર્ચ્યુનર કાર

લખનૌ પોલીસે મુખ્તારના નજીકના હરવિંદર સિંહ ઉર્ફ જુગનની 2 કરોડ 31 લાખ 46 હજારની સંપતિ કબજે કરી છે. ડાલીબાગમાં 25-25 હજારના ઇનામી મુખ્તારના બે પુત્રો અબ્બાસ અને ઉમર અંસારીના ગેરકાયદેસર બનેલા બે ટાવર્સને ધ્વસ્ત કર્યા છે, જે પાંચ કરોડનું મૂલ્ય ધરાવે છે. પોલીસે માફિયાના અન્ય સહયોગીના ઠેકાણાથી બે મોબાઇલ, પાંચ વાયરલેસ સેટ્સ, છ બેટરીઓ, બુલેટ પ્રૂફ ફોર્ચ્યુનર અને 24 ટિફિન જપ્ત કર્યા છે.

મુખ્તાર પર યોગી સરકારની એક્શન

– 2 કરોડ 40 લાખના કીમતનું ઘર ધાવ્સ્ત

– માછલીના ગેરકાયદેસર વ્યવસાયમાં 26 ગુંડા જેલમાં

– ગેરકાયદેસર કોલસા કારોબારથી માંડીને એરપોર્ટ માટેની આરક્ષિત જમીન પર કબજો

– અથડામણમાં શૂટરના મોત, ત્રણથી વધુ સહયોગી ગિરફ્તાર

– 3 કરોડ 29 લાખ રૂપિયાની મિલકત જપ્ત