વિદેશનું સપનું બતાવી વર્ક પરમીટ અને સ્ટુન્ડટ વિઝાના નામે કૌભાંડ, એક મહાઠગની ધરપકડ

આરોપી મિતેષ શાહ છેલ્લા 4 વર્ષથી વિઝા કન્સલ્ટિંગ નું કામ કરે છે. દિનેશભાઈની સાથે ચિંતન પ્રજાપતિ નામના યુવકને પણ સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 16 લાખ પડાવ્યા હતા. ચિંતન પ્રજાપતિને યુ.કે.માં સ્ટુન્ડટ વીઝા આપવાની વાત કરીને નકલી એર ટિકિટ આપી હતી.

વિદેશનું સપનું બતાવી વર્ક પરમીટ અને સ્ટુન્ડટ વિઝાના નામે કૌભાંડ, એક મહાઠગની ધરપકડ
Work permit and student visa scam in a dream abroad, one accused arrested

ઘાટલોડિયામા વિદેશ મોકલવાનું સપનું બતાવીને છેતરપીંડી કરનાર મહા ઠગની પોલીસે ધરપકડ કરી. વિદેશની નકલી ટિકિટો આપીને રૂ 23 લાખની ઠગાઈ કરી. કોણ છે આ મહા ઠગ અને કેવી રીતે આચર્યું કૌભાંડ વાંચો આ અહેવાલ

ટીવી સ્કિન પર જોવા મળતા આ શખ્સ મિતેષ શાહ મહા ઠગ છે. કારણ કે વિદેશ જવા ઇચ્છુક યુવાનોને વિદેશમાં મોકલવાના સપના બતાવીને લાખો રૂપિયા પડાવી લે છે. આવું જ એક કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો. કલોલના જસપુર ગામના ખેડૂત દિનેશભાઈ પ્રજાપતિએ પોતાના પુત્ર કૃપલ અને પુત્રવધુ સ્નેહાને વર્ક પરમીટ પર કેનેડા મોકલવા માંગતા હતા. તેમને પોતાના સંબંધી શૈલેષ પ્રજાપતિ દ્વારા મિતેષ શાહનો સંપર્ક કર્યો. મિતેશ શાહએ વિદેશ મોકલી આપવાના મોટા સપના બતાવ્યા.

અને વર્ક પરમીટ વિઝાની ફીના બહાને રૂ 5.42 લાખ પડાવ્યા. એટલું જ નહીં વિઝાનું કામ ઝડપી કરવા માટે કારની જરૂર હોવાનું બહાનું બતાવીને દિનેશ ભાઈની ગાડી રૂ 1.52 લાખમાં ખરીદી. જેમાં 62 હજાર આપ્યા જ્યારે 90 હજાર બાકી રાખ્યા હતા.. એક વર્ષ બાદ પણ વર્ક વિઝા નહિ થતા અને ગાડીના પૈસા પરત નહિ મળતા દિનેશભાઇએ પૈસા પરત માંગતા આરોપીએ પૈસા આપવાનો ઇનકાર કરીને ધમકી આપી. જેથી દીનેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

આરોપી મિતેષ શાહ છેલ્લા 4 વર્ષથી વિઝા કન્સલ્ટિંગ નું કામ કરે છે. દિનેશભાઈની સાથે ચિંતન પ્રજાપતિ નામના યુવકને પણ સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 16 લાખ પડાવ્યા હતા. ચિંતન પ્રજાપતિને યુ.કે.માં સ્ટુન્ડટ વીઝા આપવાની વાત કરીને નકલી એર ટિકિટ આપી હતી. વિદેશ જવાના ખુશીમાં એરપોર્ટ ગયા બાદ ખબર પડી કે આ ટિકિટ નકલી છે. અને ત્યાર બાદ મિતેષ શાહ પોતાની ઓફીસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ઘાટલોડિયા પોલીસે બાતમીના આધારે મિતેષની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી.

વિઝા કૌભાંડમાં મહા ઠગ મિતેષ શાહ તો પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે. પરંતુ શૈલેષ પ્રજાપતિ હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલાયો છે જ્યારે મિતેષ વધુ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તેને લઈને પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ, ભલામણ ભલે કરી હોય પસંદગી કરાઇ હોય તો વિવાદ થાય : કુલપતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati