ફિલ્મકાર ડેનિયલ શ્રવણનું શરમજનક નિવેદન, મહિલાઓને કોન્ડોમ સાથે રાખીને દુષ્કર્મીને સહયોગ આપવો જોઈએ!

ફિલ્મકાર ડેનિયલ શ્રવણે રેપ પીડિતાઓને લઈ એક શરમજનક કોમેન્ટ કરી છે. આ કોમેન્ટનો અમે સ્પષ્ટ રીતે વિરોધ કરીએ છીએ. આ ખબરથી સમગ્ર બોલીવુડ સ્તબ્ધ છે. એક તરફ હૈદરાબાદની ઘટનાથી દેશભરમાં રોષ છે તો બીજી તરફ દુષ્કર્મની ઘટના મુદ્દે કેટલાક લોકો પોતાની વિકૃતિ દર્શાવી રહ્યા છે. ફિલ્મકાર શ્રવણે સોશિયલ મીડિયા પર પોતાની વિકૃતિ દર્શાવી છે. ફિલ્મકારે […]

ફિલ્મકાર ડેનિયલ શ્રવણનું શરમજનક નિવેદન, મહિલાઓને કોન્ડોમ સાથે રાખીને દુષ્કર્મીને સહયોગ આપવો જોઈએ!
| Updated on: Dec 05, 2019 | 10:46 AM

ફિલ્મકાર ડેનિયલ શ્રવણે રેપ પીડિતાઓને લઈ એક શરમજનક કોમેન્ટ કરી છે. આ કોમેન્ટનો અમે સ્પષ્ટ રીતે વિરોધ કરીએ છીએ. આ ખબરથી સમગ્ર બોલીવુડ સ્તબ્ધ છે. એક તરફ હૈદરાબાદની ઘટનાથી દેશભરમાં રોષ છે તો બીજી તરફ દુષ્કર્મની ઘટના મુદ્દે કેટલાક લોકો પોતાની વિકૃતિ દર્શાવી રહ્યા છે. ફિલ્મકાર શ્રવણે સોશિયલ મીડિયા પર પોતાની વિકૃતિ દર્શાવી છે. ફિલ્મકારે કહ્યું કે, મહિલાઓને પોતાની સાથે કોન્ડમ રાખવું જોઈએ અને રેપમાં સહયોગ કરવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શ્રવણે સોશિયલ મીડિયા પર કહ્યું કે મહિલાઓને કોન્ડમ સાથે રાખવું જોઈએ અને પોલીસને ફોન કરવાની જગ્યાએ પોતાના જીવનને બચાવવું જોઈએ. શ્રવણે વધુમાં કહ્યું કે, મહિલાઓને રેપિસ્ટોની સાથે સહયોગ કરવો જોઈએ અને દુષ્કર્મીને કોન્ડમ આપવું જોઈએ, જેથી તેમની હત્યા ના થાય. ઉલ્લેખનીય છે કે શ્રવણે આ પોસ્ટ ત્યારબાદ ડિલીટ કરી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો