શોકિંગ…! શોપિંગ મોલ પાસે મહિલા પર સામૂહિક દુષ્કર્મ, બ્લેકમેલિંગ પણ

દેશના કેટલાક ભાગોમાં મહિલાઓને અત્યાચાર અને ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો.

શોકિંગ...! શોપિંગ મોલ પાસે મહિલા પર સામૂહિક દુષ્કર્મ, બ્લેકમેલિંગ પણ
woman gang rape
| Updated on: Jan 02, 2024 | 2:17 PM

આજે પણ દેશના જુદા જુદા ભાગોમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ નોંધાઈ રહ્યા છે. મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે કાયદા કડક બનાવવામાં આવ્યા છે. જેથી ગુનેગારોના મનમાં ડર પેદા થાય, પરંતુ તેમ થતું જણાતું નથી.

ચોંકાવનારી ઘટના સામે આવી

મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા હોવા છતાં પણ મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ બની રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં મહિલાઓને અત્યાચાર અને ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા પર પાંચ લોકોએ ગેંગરેપ કર્યો હતો.

પોલીસે આપી માહિતી

આ ઘટના ઉત્તર પ્રદેશના નોઈડામાં એક શોપિંગ મોલ પાસે બની હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને હજુ ફરાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી સ્થાનિક બાહુબલી છે. પોલીસે આવી માહિતી આપી હતી.

સામૂહિક રેપની આ ઘટના થોડા દિવસ પહેલા જ બની હતી. ગુનેગાર શક્તિશાળી હોવાને કારણે પીડિત મહિલાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન હતી. પોલીસે આ માહિતી આપી હતી. એક મીડિયાના રિપોર્ટ મુજબ આરોપીઓએ તેને બ્લેકમેલ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ પછી તે પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.

શું તમે ક્યારેય પોલીસ ફરિયાદ નોંધાવી છે?

પોલીસએ જણાવ્યું હતું કે, “30 ડિસેમ્બરના રોજ સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના પગલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.” પકડાયેલા આરોપીઓના નામ રાજકુમાર, આઝાદ અને વિકાસ છે. રવિ અને મેહમી બંને ફરાર છે. પોલીસએ કહ્યું, “તેની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.” ધરપકડ કરાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો