પતિની ખાનગી હોસ્પિટલમાં સારવાર ન કરાવી શકવાતા મહિલાએ ત્રણ બાળકોને ઝેર આપી પોતે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

પતિની ખાનગી હોસ્પિટલમાં સારવાર ન કરાવી શકવાતા  મહિલાએ ત્રણ બાળકોને ઝેર આપી પોતે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ઝેર પી લીધું હતું. આ ઘટના બાદ મહિલા અને તેના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 06, 2022 | 4:27 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોનીના ઈલાઈચીપુર ગામમાં એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ઝેર પી લીધું હતું. આ ઘટના બાદ મહિલા અને તેના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની બે પુત્રીઓનું આજે સવારે દિલ્હીની જીટીવી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સમાચાર મુજબ તે તેના પતિની ટીબીની બિમારીની સારવાર ન કરાવી શકવાથી પરેશાન હતી તેથી તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના લોનીના ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈલાઈચીપુર ગામનો રહેવાસી મોનુ વ્યવસાયે શ્રમીક છે. તેના લગ્ન 13 વર્ષ પહેલા મોનિકા નામની મહિલા સાથે થયા હતા. તે ત્રણ વર્ષના પુત્ર અંશ, 11 અને 6 વર્ષની પુત્રીઓ મનાલી અને સાક્ષી સાથે રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પરિનારની આર્થિક સ્થિતિ સારી નહોતી. લોનીના સીઓ રજનીશ કુમાર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, પડોશીઓએ જણાવ્યું કે મોનુને લગભગ 2 મહિના પહેલા ટીબી થયો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તેમની તબિયત સારી ન હતી.

પતિને સારવાર ન કરાવી શક્યાની ચિંતા હતી

પડોશીઓના જણાવ્યા અનુસાર મોનુના પિતા રામ સિંહનું પણ થોડા સમય પહેલા ટીબીના કારણે મૃત્યુ થયું હતું. આ કારણે તેની પત્ની ઘણી પરેશાન રહેતી હતી. સમાચાર અનુસાર મોનુની પત્ની મોનિકા તેની મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગતી હતી. લોકોએ પોલીસને જણાવ્યું કે, તેણી તેના પતિની સારી હોસ્પિટલમાં સારવાર ન કરાવવાથી ચિંતિત હતી. સમાચાર મુજબ, મોનુ શનિવારે મજૂરી માટે ઘરની બહાર ગયો હતો. મોનિકાએ તેના ત્રણ બાળકો સાથે બપોરે 3.30 કલાકે ઝેર પી લીધું હતું. ઝેર પી લીધા બાદ તેની પુત્રીઓની તબિયત બગડવા લાગી હતી. આ પછી પણ મોનિકાએ તેના સાસુ-સસરાને કશું કહ્યું નહીં.

બાળકોની બગડતી તબિયત જોઈને બીમાર સાસુએ મોટા દીકરાને બોલાવ્યો. મોટો દીકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને બંને છોકરીઓને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં દાખલ કરી. ઘરે પહોંચીને મોનિકાના જેઠને ખબર ન પડી કે મોનિકા અને તેના પુત્રએ પણ ઝેર પી લીધું છે. તેનો પતિ ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં મોનિકા અને તેના પુત્ર અંશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બંનેના મૃતદેહ જોઈ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

આ પણ વાંચો: India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati