Ahmedabad કેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, ક્રાઈમ કોન્ફરન્સ કેન્સલ કરી ?

crime conference : અમદાવાદ શહેરમાંથી ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લેનારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંખ્યા આશરે 100 જેટલી થાય છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને 100 અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક યોજી શકાય તેવા સ્થળની તપાસ કરવા છતા યોગ્ય સ્થાન છેક છેલ્લી ઘડી સુધી મળી શક્યુ નથી.

Ahmedabad  કેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, ક્રાઈમ કોન્ફરન્સ કેન્સલ કરી ?
કેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, ક્રાઈમ કોન્ફરન્સ કેન્સલ કરી ?
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 03, 2021 | 1:23 PM

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આયોજીત ક્રાઈમ કોન્ફરન્સ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામા આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ક્રાઈમ કોન્ફરન્સ યોજવા માટે, અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ મથકોમાં યોગ્ય સ્થળની તપાસ કરવામાં આવી હતી. પરંતુ  ક્રાઈમ કોન્ફરન્સ માટે અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે બેઠક યોજી શકાય તેવુ કોઈ યોગ્ય સ્થાન નહી મળતા આ બેઠક મુલતવી રાખવી પડી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Police Commissioner Sanjay Srivastava ) દ્રારા આયોજન કરવામાં આવેલ બીજી ક્રાઇમ કોંફરન્સ અચાનક કલાકો પહેલા કેન્સલ કરવામાં આવી છે.. છેલ્લાં પંદર દીવસથી શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્રારા ક્રાઇમ કોન્ફરન્સ ( crime conference ) લઇ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી હતી અને 3 તારીખની પોલીસ કમિશ્નર ક્રાઇમ કોન્ફરન્સ યોજવાની હતી. પરતું ક્રાઇમ કોન્ફરન્સ રાખવા અમદાવાદમાં યોગ્ય કોઈ જગ્યા મળતી ન હતી. જેનાં કારણે ઉચ્ચ અધિકારીઓ દ્રારા પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના બે ત્રણ પીઆઇઓ કહ્યુ કે સારો હોલ કે ઓડિટોરિયમ જલદી શોધીને જણાવો જયાં ક્રાઇમ કોન્ફરન્સ યોજી શકીએ. જે બાદ ધણા પીઆઇ કામે લાગ્યા અને IIM, NID અને AMA માં કોન્ફરન્સ હોલ જોયો પરતું કોઈ કારણસર બંધ અથવા હોલ સમારકામ ચાલતું હતુ.

એક પીઆઇ GMDC હોલ પણ જોયો પણ ત્યાં કોરોના દર્દીઓ સારવાર લીધેલી હોવાથી તેને કેન્સલ કર્યું. એટલું જ નહીં ક્રાઇમ કોન્ફરન્સ માટે જગ્યાની વ્યવસ્થા કરનાર બે PI શહેરનાં અલગ અલગ વિસ્તારના મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવાનું કહ્યુ હતુ. પરતું છેલ્લી ઘડી સુધી કોઈ નિણર્ય ન લીધો અને શાહીબાગ હેડ ક્વાટર્સ આયોજન નક્કી કર્યું પરતું આખરે ક્રાઇમ કોન્ફરન્સ માટે યોગ્ય જગ્યા ન મળતાં કેન્સલ કરી દેવી પડી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

શહેરના તમામ પીઆઇ ક્રાઇમ કોન્ફરન્સ ( crime conference ) માટે તૈયારી કરી દીધી હોવાથી જગ્યા નક્કી ન થઈ હોવાથી એક બીજા પીઆઇ  હળવી શૈલીમાં એક બીજાને પુછતા હતાં  કે કંકોત્રી મળી ગઇ છે પણ સ્થળ હજી નક્કી નથી થયુ. જો કે વહેલી સવારમાં અધિકારી લઇ પીઆઇ જાણ થઈ કે ક્રાઇમ કોન્ફરન્સ કેન્સલ કરવામાં આવી છે તે પહેલા જ જેસીપી (JCP ), ડીસીપી (DCP ), એસીપી (ACP ) અને પીઆઇ (PI) કક્ષાના અધિકારીઓ સવારમાં તૈયાર હતા અને કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો કે ક્રાઇમ કોન્ફરન્સ રદ્દ થઇ છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Police Commissioner Sanjay Srivastava )  આવ્યા અને સૌ પ્રથમવાર પાલડી ટાગોર હોલ ખાતે ક્રાઇમ કોંફરન્સ યોજી હતી. જેમા ક્રાઈમ કોન્ફરન્સ સવારથી શરૂ થયેલ મેરેથોન ક્રાઈમ કોન્ફરન્સ મોડી સાંજે પૂર્ણ થઈ હતી. ત્યારે કેન્સલ થયેલ આ ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવાની હતી કે તહેવાર નજીક આવતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઇને ખાસ ચર્ચા કરવાની હતી. જો કે સાથે જ અનડિટેક કેસ ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવાની હતી. પરતું હવે રથયાત્રા બાદ ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">