નણંદે એવું તો શું કર્યું કે સગી ભાભીએ જ કરી નાખી તેની ઘાતકી રીતે હત્યા, જાણો સમગ્ર મામલો

એક ભાભીએ પોતાની જ નણંદની છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાછળનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

નણંદે એવું તો શું કર્યું કે સગી ભાભીએ જ કરી નાખી તેની ઘાતકી રીતે હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

મંદસૌરમાં (Mandsaur) એક ભાભીએ પોતાની જ નણંદની છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વ્યાસ કોલોનીમાં રહેતી 14 વર્ષીય હર્ષિતા શ્રોત્રિયાની કોઇએ હત્યા કરી હતી અને મૃતદેહને કૂવામાં નાખી દીધો હતો. હવે પોલીસે (madhya pradesh police) આ હત્યાનું રહસ્ય ઉકેલી લીધું છે. પોલીસે જણાવ્યું હતું કે, હર્ષિતાની હત્યા તેની જ સગી ભાભી દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભાભીની ઘરમાંથી ધરપકડ કરી છે. વાસ્તવમાં હર્ષિતા તેની ભાભીની દરેક નાની નાની વાતો તેના ભાઈઓને કહેતી હતી. ભાભી આ વાતથી ખૂબ ગુસ્સે હતી.

હર્ષિતાની દરેક વાત તેના પતિને કહેવાને કારણે ઘણી વખત પતિ – પત્ની બંને વચ્ચે ઝઘડો થતો હતો. તે જ સમયે, પોલીસે ભાભીની સલાહ પર હત્યામાં વપરાયેલી છરી અને લોહીથી લથપથ સાડી મળી આવી છે.

સસરાએ પુત્રવધૂ પર લગાવ્યો હતો આરોપ

2 ઓક્ટોબરે હર્ષિતાનો મૃતદેહ ઘરની નજીક આવેલા એક નાના કૂવામાંથી મળી આવ્યો હતો. પિતા સુરેશ શ્રોત્રિયાએ તેમની પુત્રવધૂ રશ્મિ અને તેના પિતા પર પુત્રીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસે પુત્રવધૂ અને તેના પિતાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પુત્રવધૂએ જ હર્ષિતાની હત્યા કરી છે. જોકે પિતા આ ઘટનાથી અજાણ હતા.

નણંદ સાથે ભાભી સાથે રમત રમી રહિ હતી

ભાણપુરા TI કમલેશ સિગરે જણાવ્યું કે, સુરેશ શ્રોત્રિયાના પુત્ર એશ્વર્યએ રશ્મિ સાથે લવ મેરેજ કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા. રશ્મિ છત્તીસગઢના અંબિકાપુરની રહેવાસી છે. એશ્વર્યની બહેન હર્ષિતા લગ્ન પછી રશ્મિની દરેક નાની-મોટી હરકતો પર નજર રાખતી હતી. તે તેના ભાભીની રોજબરોજની વાતો કહેતી હતી. આ કારણે ઘણી વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

છરી મારીને કૂવામાં માર્યો ધક્કો

હત્યાના દિવસે ભાભીએ તેની નણંદને આંખ પર પાટા બંધીને રમત રમવા માટે મનાવી હતી. બંને ઘરના આંગણામાં રમી રહ્યા હતા. ભાભીએ રમતમાં નણંદને આંખે પાટા બાંધી દીધા હતા. જે બાદ ભાભીએ પહેલા હર્ષિતાને છરીના ઘા માર્યા હતા. જ્યારે તે ઘાયલ થઈ ત્યારે તેને આંગણામાં આવેલા કૂવામાં ધકેલી દીધી હતી. તેને કૂવામાં ધકેલ્યા બાદ આરોપીએ ઉપરથી પ્લીન્થને ઢાંકી દીધું. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તે તેની નણંદની ચૂગલી કરવાના સ્વભાવથી પહેશાન હતી તેથી તેણે આ પગલું ભર્યું.

 

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2056 PO પોસ્ટ્સ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે કરવી અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati