સુરત મારામારીના ગુનામાં વોન્ટેડ શખ્સોએ રાજકોટમાં નકલી ગનથી ખેડૂતનું અપહરણ કરી ખંડણી વસૂલી, એક સગીર સહિત 4 લોકોને પોલીસે ઝડપ્યા

સુરત મારામારીના ગુનામાં વોન્ટેડ શખ્સોએ રાજકોટમાં નકલી ગનથી ખેડૂતનું અપહરણ કરી ખંડણી વસૂલી, એક સગીર સહિત 4 લોકોને પોલીસે ઝડપ્યા
આરોપીઓ: શિવરાજ વાળા, સૌરવ ઉર્ફે એસ.બી. ,હિરાણી લાલજી

પોલીસના કહેવા પ્રમાણે આ ગુનામાં સામેલ શિવરાજના મિત્ર સૌરવ અને લાલજી તેના સગીર મિત્ર સાથે સુરતમાં મારામારીના ગુનાને અંજામ આપીને શિવરાજની વાડીએ છુપાયા હતા.

Mohit Bhatt

| Edited By: Kunjan Shukal

Jul 07, 2021 | 8:28 PM

Rajkot: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ફાડદંગ ગામની સીમમાંથી વલ્લભ પટેલ (Vallabh Patel) નામના વ્યક્તિનું અપહરણ કરીને ખંડણી વસૂલ કરનાર એક સગીર સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ પૈકી એક સગીર સહિત ત્રણ શખ્સો હોટેલમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે અને મારામારીના ગુનાને અંજામ આપીને અહીં છુપાયા હતા.

કેવી રીતે બનાવ્યો અપહરણ-ખંડણીનો ખેલ?

પોલીસના કહેવા પ્રમાણે આ ગુનામાં સામેલ શિવરાજના મિત્ર સૌરવ અને લાલજી તેના સગીર મિત્ર સાથે સુરતમાં મારામારીના ગુનાને અંજામ આપીને શિવરાજની વાડીએ છુપાયા હતા. આ દરમિયાન શિવરાજ પોતાના ગામના વલ્લભ પટેલ નામના ખેડૂત પાસે મોટી રકમ આવી હોવાથી તેની પાસેથી ખંડણી માંગવાનો પ્લાન બનાવી રહ્યો હતો.

ત્યારે સુરતથી આવેલા શખ્સોને પણ રૂપિયાની જરૂર હોવાથી તેઓ શિવરાજને સાથ આપ્યો. ગત 3 જુલાઈના રોજ વલ્લભભાઈ ગામમાં હતા, ત્યારે તેને ફરિયાદીની વાડી પાસે બોલાવ્યા હતા અને ગન જેવું હથિયાર બતાવીને પંદર લાખ રૂપિયાની માંગણી કરી, જે બાદ 9 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા અને છેલ્લે 3.85 લાખ રૂપિયા તાત્કાલિક પડાવીને છોડી મૂક્યો હતો.

ગન પ્લાસ્ટિકની નકલી નીકળી

ફરિયાદીએ પોલીસને ગન જેવા હથિયાર વડે તેનું અપહરણ થયું હોવાની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા, ત્યારે શિવરાજ વાળા નામના આરોપીની કારના આગળના ખાનામાંથી આ બંદૂક મળી હતી, જે તપાસતા પ્લાસ્ટીકની નકલી બંદૂક હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓના નામ

1. શિવરાજ વાળા

2. સૌરવ ઉર્ફે એસ.બી.

3. હિરાણી લાલજી ઉર્ફે આર્મીબોય’ સોજીત્રા

4. એક સગીર કિશોર

આ પણ વાંચો: Modi Cabinet Expansion : સારું કામ કરનારા આ સાત મંત્રીઓને કરાયા પ્રમોટ, કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો

આ પણ વાંચો: Bhavnagar : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી, એક દિવસમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati