ભક્તિભાવ વાળો ચોર ! ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં કર્યા દર્શન, આ અનોખી ચોરીનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર આજકાલ એક ચોરીનો CCTV ફૂટેજ વીડિયો વાયરલ થયો છે. મંદિરમાં ચોરી કરતા પહેલા આ ચોર કંઈક એવુ કરે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ભક્તિભાવ વાળો ચોર ! ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં કર્યા દર્શન, આ અનોખી ચોરીનો વીડિયો થયો વાયરલ
thief video goes viral on social media
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 15, 2021 | 9:04 AM


Viral Video : ઘણીવાર તમે સાંભળ્યું હશે કે કોઈપણ સારૂ કામ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય લોકો જ નહીં, ચોર પણ ચોરી કરતા પહેલા ભગવાનનો આશીર્વાદ લે છે. તાજેતરમાં આવો જ એક ચોરનો (Thief) વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) થાણેના નૌપાડાની છે.

ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં દર્શન કર્યા 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે અને ચારેય બાજુ જુએ છે, પછી ભગવાનના ચરણ સ્પર્શ કરે છે અને પછી મંદિરમાં રાખેલી દાનપેટી લઈને ભાગી જાય છે. ફૂટેજ (CCTV Footage) જોતા એવું લાગે છે કે અન્ય એક સાથી પણ મંદિરની બહાર રાહ જોઈ રહ્યો છે. માહિતી અનુસાર, આ ચોરી ત્યારે થઈ જ્યારે પૂજારી મંદિરની બહાર ગયા હતા અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પ્રતિમાની સામે દાનપેટી પણ ગાયબ હતી.આ મંદિરના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર આ ચોરી ચર્ચાનો વિષય

30 સેકન્ડનો આ વીડિયો ફેસબુક પર Rationalist નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘દાનપેટી ચોરતા પહેલા ચોરે ભગવાનની મૂર્તિના ચરણ સ્પર્શ કર્યા..! આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે. વીડિયો પર કોમેન્ટ (Comments) કરતાં એક યુઝરે લખ્યું, ‘હું આ ચોરને જોઈને હેરાન છું.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ચોર ચોરી કરતા પહેલા માફી માંગી રહ્યો છે, ચોક્કસ તેની કોઈ મજબૂરી હશે કે તે મંદિરમાંથી પૈસાની ચોરી કરી રહ્યો છે.

હાલ આ મામલે નૌપાડા પોલીસ સ્ટેશનના (Naupada Police Station)સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સંજય ધૂમલેએ જણાવ્યુ કે, આ ચોરી મંદિરના એક સ્થાનિક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, કારણ કેએક સ્થાનિક વ્યક્તિ જ સારી રીતે જાણે છે કે મંદિરમાં ક્યારે કોણ હાજર છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી છે.

 

આ પણ વાંચો: Video : નોરા ફતેહીના બેલી ડાન્સનો વીડિયો થયો વાયરલ, ‘કુસુ કુસુ’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ

આ પણ વાંચો: Viral video : કીચડમાંથી હાથીનું બચ્ચું બહાર નીકળવા હતું અસમર્થ, પછી જે થયું તે હતું હાર્ટ ટચિંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati