બિલ્ડરના રૂપમાં મહાઠગ વિપુલ પટેલ ફરી એકવાર જેલમાં, શેડનો સોદો કરી 23 લાખ ખંખેર્યા અને અન્ય મહિલાને દસ્તાવેજ કરી આપ્યો

બિલ્ડરના રૂપમાં મહાઠગ વિપુલ પટેલ ફરી એકવાર જેલમાં, શેડનો સોદો કરી 23 લાખ ખંખેર્યા અને અન્ય મહિલાને દસ્તાવેજ કરી આપ્યો

અમદાવાદના એક ઓટોમોબાઇલ બિઝનેસમેન સાથે રૂપિયા 23 લાખની ઠગાઈના આરોપસર બિલ્ડર વિપુલ પટેલની ચાંગોદર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. વિપુલ પટેલ વિરુદ્ધ અત્યાર સુધી 3 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.  અગાઉ બોપલ પોલીસે ઠગાઈના બે કેસોમાં ધરપકડ કરી હતી. અમરેલીના પરંતુ લાંબા સમયથી અમદાવાદમાં સ્થાયી થયેલ વિપુલ પટેલે અનેક લોકોને વિવિધયુક્તિ પૂર્વક ઠગાઈ કરી […]

yunus.gazi

| Edited By: TV9 WebDesk8

May 08, 2019 | 5:09 PM

અમદાવાદના એક ઓટોમોબાઇલ બિઝનેસમેન સાથે રૂપિયા 23 લાખની ઠગાઈના આરોપસર બિલ્ડર વિપુલ પટેલની ચાંગોદર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. વિપુલ પટેલ વિરુદ્ધ અત્યાર સુધી 3 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.  અગાઉ બોપલ પોલીસે ઠગાઈના બે કેસોમાં ધરપકડ કરી હતી.

અમરેલીના પરંતુ લાંબા સમયથી અમદાવાદમાં સ્થાયી થયેલ વિપુલ પટેલે અનેક લોકોને વિવિધયુક્તિ પૂર્વક ઠગાઈ કરી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ બોપલ પોલીસે ઠગાઈ કેસમાં બે અલગ અલગ ગુનાઓમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. અંદાજે 40 દિવસ જેલની હવા ખાઈને બહાર નીકળેલ ઠગ વિપુલ પટેલને ફરી એકવાર જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
ચાંગોદરમાં આવેલ ગોપીનાથ જેન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા શેડ નંબર 78નો સોદો બે વ્યક્તિઓ સાથે કર્યો
વિપુલ પટેલે વર્ષ 2013માં નવરંગપુરમાં રહેતા અને ઓટોમોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલ વિદિત અદાણી સાથે શેડ નમ્બર 78નો સોદો કરી એલોટમેન્ટ લેટર આપ્યો હતો. છતાં 9/10/2014ના રોજ મનીષા  નામની મહિલા સાથે આ શેડનો દસ્તાવેજ કરી દીધો.  આ મિલકત માટે લીધેલા તેણે રૂપિયા 23 લાખ પરત કર્યા વિના  શેડ ટ્રાન્સફર કરી દીધો હતો.

TV9 Gujarati

ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI જનકસિંહ દેવડાએ જણાવ્યું કે વિપુલ પટેલે વર્ષ 2014માં ખોટી રીતે મનીષા બેનના નામે દસ્તાવેજ કર્યો હોવાની જાણ તાજેતરમાં વિદિત અદાણીને થતા રજિસ્ટ્રાર ઓફિસમાંથી દસ્તાવેજની કોપી તથા અન્ય જરૂરી કાગળોની ખરાઈ કરતા વિપુલ એ ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું.  જેથી તેઓએ ચાંગોદર પોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા અમે ગુનો નોંધી વિપુલ પટેલની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે પીલીસની રિમાન્ડ નહીં આપતા જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. જોકે અમે ઉપલી કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી દાખલ કરી તેની કસ્ટડી મેળવવા કાર્યવાહી કરીશું.
બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પરથી ભાંડો ફૂટ્યો
બોપલ પોલીસે નોંધેલા બે ગુનાની વિગતો  માધ્યમોમાં આવતા વિદિત અદાણી જાગૃત થયા અને આ અંગે તપાસ કરતા તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું અને તેને પણ ફરિયાદ નોંધાવી. વિપુલ પટેલે આજ રીતે અન્ય અનેક લોકો સાથે જમીન કે મિલકતોના સોદા કરી મોટી રકમ પડાવી લઈને અનેક કૌભાંડ આચર્યા હોવાની આશંકા છે. આગામી દિવસોમાં તેની વિરુદ્ધ વધુ કેટલાક ગુના નોંધાય તેવી શકયતા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati