VAPI : હત્યારાએ શંકાની આડમાં પત્નીનું માથું ધડથી અલગ કર્યું, માથું લઇ બજારમાં ફર્યો અને માથું ગટરમાં ફેંકી દીધું

લક્ષ્મીકાંતએ પોતાની પત્ની સાધનાદેવીનું ઢીમ ઢાળી દીધું હતું.જોકે આ સામાન્ય હત્યાનો મામલો નહતો.તેણે પોતાના પત્નીનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. અને બાદમાં મસ્તક હાથમાં લઈને ચાલી અને આસપાસના વિસ્તારમાં ફરતો હતો.

VAPI : હત્યારાએ શંકાની આડમાં પત્નીનું માથું ધડથી અલગ કર્યું, માથું લઇ બજારમાં ફર્યો અને માથું ગટરમાં ફેંકી દીધું
VAPI: Husband brutally kills wife, kills wife on suspicion of incest

વાપીમાં એક એવી ઘટના સામે આવી છે કે સાંભળીને નબળા હ્રદયના માનવીનું કદાચ હ્રદય પણ બેસી જશે. ડુંગરી ફળિયા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીનું મસ્તક ધડથી અલગ કરી દીધું છે. વાત અહીંથી અટકતી નથી. આ ક્રૂર પતિ પોતાની પત્નીના વાળ પકડીને મસ્તક લઈને ઘરના આસપાસના વિસ્તારમાં ફર્યો હતો. બાદમાં મસ્તક ગટરમાં ફેંકી ફરાર થઇ ગયો હતો. આ દ્રશ્યો જોનારના હાંજા ગગડી ગયા છે.

આ ઘરના દરવાજા ઉપર લટકી રહ્યું છે તાળું, ઘરની બહાર લોહીના ટીપાં છે. અને પોલીસની તપાસ ચાલી રહી છે.. આ એક એવી ઘટના છે કે જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. પોલીસ જાપ્તામાં રહેલા આ શખ્સનું નામ લક્ષ્મીકાંત વિશ્વકર્મા છે. જે વાપીની એક કંપનીમાં કામ કરે છે. અને તે પોતાની પતની સાધનાદેવી સાથે આ ઘરમાં રહેતો હતો. જોકે ગઈરાતે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો ડરી ગયા હતા. તો કેટલાકના મોઢામાંથી શબ્દો ન હતા નીકળતા.

કારણ એ છે કે લક્ષ્મીકાંતએ પોતાની પત્ની સાધનાદેવીનું ઢીમ ઢાળી દીધું હતું.જોકે આ સામાન્ય હત્યાનો મામલો નહતો.તેણે પોતાના પત્નીનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. અને બાદમાં મસ્તક હાથમાં લઈને ચાલી અને આસપાસના વિસ્તારમાં ફરતો હતો.આ દ્રશ્યો જોઇને લોકો હેબતાઈ ગયા હતા અને ડરી ગયા હતા.તો ચાલી માલિકે પોલીસને જાણ કરી હતી અને પોલીસ દોડી આવી હતી.જોકે લક્ષ્મીકાંત મસ્તક ગટરમાં ફેંકીને નાસી ગયો હતો.

પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી હતી અને આરોપીને પકડવા માટે કવાયત શરુ કરી હતી.આ દરમિયાન રોડની બાજુમાં મચ્છીમાર્કેટ પાસેથી એક ગટરમાંથી સાધનાદેવીનું મસ્તક મળી આવ્યું હતું. તો નાકાબંધી દરમિયાન પોલીસે આરોપી લક્ષ્મીકાંતને પણ ઝડપી પાડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લક્ષ્મીકાંતને તેની પત્ની ઉપર આડા સબંધની શંકા હતી.

સાધનાદેવીનું કોઈ અન્ય પુરુષ જોડે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનું લક્ષ્મીકાંત માનતો હતો. જે વાતને લઈને બન્ને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.જોકે આખરે લક્ષ્મીકાંતએ સાધનાદેવીને હંમેશા માટે ચૂપ કરવાનું નક્કી કરી લીધું હતું અને બજારમાંથી મોટો છરો ખરીદ્યો હતો.જે છરાથી રાત્રી દરમિયાન સાધનાબેનનું મસ્તક ધડથી છુટું પાડી દીધું હતું.

પતિ લક્ષ્મીકાંતના લગ્ન સાધના સાથે 10 વર્ષ પહેલા થયા હતા અને રોજગારી માટે વાપી આવેલા બન્ને દંપતી પહેલી નજરે સુખી જાણતા હતા. પાડોશીઓના મતે પતિ લક્ષ્મીકાંત પતની સાધનાને ખુબ જ પ્રેમ કરતો હતો.જોકે એક વહેમએ પતિને હેવાન બનાવી દીધો છે. અને, પત્નીના આડા સંબંધના વહેમમાં તેનું ગળું કાપી મસ્તક ધડથી અલગ કરી અને ગટરમાં ફેંકી દેવાની ચકચારી ઘટનાને અંજામ આપનાર પતિ હાલે પોલીસ પાંજરે પુરાયો છે.ત્યારે વિશ્વાસ અને ભરોસાના તાંતણે જોડાયેલ લગ્ન જીવનમાં શકના એક કીડા એ લગ્ન જીવન ને બરબાદ કરી નાખ્યું છે.ત્યારે હવે પતિ લક્ષ્મીકાંતને પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati