વલસાડ : યુવતી આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, યુવતીની ડાયરીમાં ગેંગરેપનો મળ્યો ઉલ્લેખ

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

વલસાડ : યુવતી આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, યુવતીની ડાયરીમાં ગેંગરેપનો મળ્યો ઉલ્લેખ
Valsad: New revelation in young woman's suicide case, gangrape found in young woman's diary
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 13, 2021 | 12:07 PM

વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવતી વડોદરાની NGOમાં કામ કરતી હતી. ત્યારે યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વલસાડ રેલવે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવને પગલે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને યુવતીના ઘરેથી તેની નોટ મળી હતી. જેમાં યુવતીએ પોતાના પર થયેલી ઘટનાની નોંધ કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, “વડોદરાના દિવાળીપુરામાં આવેલા વેકસીન સેન્ટરના કમ્પાઉન્ડમાં બે રિક્ષામાં આવેલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અને કમ્પાઉન્ડમાં કૈક અજુગતું લાગતા બસ પાર્ક કરવા આવેલા એક વ્યક્તિ આવી જતા બંને હવસખોર રિક્ષામાં ભાગી ગયા હતા. અને લાચાર અવસ્થામાં યુવતીએ આ વ્યક્તિના ફોન દ્વારા અન્ય મહિલાને બોલાવી તેના ઘરે ગઈ હતી ” ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયુ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે GRPની ટીમે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. વલસાડ GRPના CPIને કેસની તપાસ સોંપવામાં આવી હતી. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી મળી આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati