Vadodara : લૂંટના ઇરાદે સોની વેપારી પર ફાયરિંગ, વેપારીને પહોંચી સામાન્ય ઇજા

૪૩ વર્ષીય ભાવેશકુમાર ભરતભાઈ સોની છાણી ગામ ખાતે શ્રી અંબે જવેલર્સના નામે દુકાન ધરાવી સોના ચાંદીનો વેપાર કરે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી હિસાબની બેગ કારમાં મૂકી પરત ઘરે જવા નીકળ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:37 PM

વડોદરાના નિઝામપુરા વિસ્તારની આશિયાના પાર્ક સોસાયટીમાં લૂંટના ઈરાદે સોની વેપારી પર ફાયરિંગ થયું, બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું, જેમાં વેપારી ભાવેશ સોનીને પગના ભાગે નજીવી ઈજા થઈ છે, ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, છાણીમાં દુકાન ધરાવતો વેપારી ઘરે પહોંચતા જ હુમલાખોરોએ ફાયરિંગ કર્યું, વેપારીએ ફાયરિંગ કરનારા સાથે ઝપાઝપી કરતા અન્ય આરોપીઓ છોડાવીને ફરાર થઈ ગયા હતા, આ કેસની જાણ થતા ફતેહગંજ પોલીસે ડૉગ સ્કવૉડ અને એફએસએલને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરી છે,

વડોદરામાં રહેતા ૪૩ વર્ષીય ભાવેશકુમાર ભરતભાઈ સોની છાણી ગામ ખાતે શ્રી અંબે જવેલર્સના નામે દુકાન ધરાવી સોના ચાંદીનો વેપાર કરે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી હિસાબની બેગ કારમાં મૂકી પરત ઘરે જવા નીકળ્યા હતા. સોસાયટીમાં ઘર આંગણે કાર પાર્ક કરતાં સમયે બાઈક ઉપર બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. એક ઈસમે સાબ્જી સાબ્જી કહી હિન્દી ભાષામાં વાત કરી અન્ય ઇસમે કારમાંથી બેગ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમય સુચકતા વાપરી ભાવેશકુમાર કારનો દરવાજો બંધ કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા લૂંટારૂઓએ હાથાપાઈ કરી તે પૈકીના એક ઈસમે રિવોલ્વર વડે ફાયરીંગ કરતા ભાવેશ કુમારના પગમાં ઘુટણના ભાગે ઇજા પહોંચી હતી. ભાવેશકુમાર મદદ માટેની બુમો પાડતા અન્ય બે અજાણ્યા બાઇક સવાર ઈસમો આવી પહોંચ્યા  હતા. અને લુટારૂઓ કાશી વિશ્વનાથ મંદિર થઈ છાણી જકાતનાકા તરફ નાસી છૂટયા હતા.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">