VADODARA :PI અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો, પતિ જ નીકળ્યો હત્યારો

વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસમાં તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સૌથી મોટો ખુલાસો કર્યો છે. અને PI અજય દેસાઇએ જ પોતાની પત્ની સ્વિટી પટેલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

VADODARA :PI અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો, પતિ જ નીકળ્યો હત્યારો
PI Ajay Desai's wife's disappearance case

VADODARA :વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસમાં તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સૌથી મોટો ખુલાસો કર્યો છે. અને PI અજય દેસાઇએ જ પોતાની પત્ની સ્વિટી પટેલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બે મહિનાથી ગુમ થયેલી PIની પત્નીની વડોદરા ગ્રામ્ય પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઇ હતી. અને ગૃહવિભાગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તથા ATSને સંયુક્ત તપાસ સોંપી હતી.

પોલીસની સંયુક્ત તપાસમાં ખુલાસો થયો છે કે સ્વિટી પટેલને ઘરમાં જ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. અને ત્યારબાદ તેની લાશને ગાડીમાં લઇને તેના મૃતદેહને બાળી નાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દંપતી વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. અને આજ ઘરકંકાસ સ્વિટીની હત્યાનું કારણ બન્યો.

સમગ્ર કેસમાં ખુલાસો થયો છે કે ભરૂચ નજીક અવાવરૂ જગ્યાએથી મળેલા માનવ હાડકા સ્વિટીના જ હતા. અજય દેસાઇ પોતાની કાર બંગલાની બહાર પાર્ક કરતા હતા. જોકે જે દિવસે સ્વિટી ગુમ થઇ તે દિવસે અજય દેસાઇએ પોતાની કાર બંગલાની બહાર પાર્ક કરી હતી. પોલીસને હાથ લાગેલા સીસીટીવીમાં અજય દેસાઇ કારને રિવર્સમાં બંગાલામાં પાર્ક કરતા જોવા મળ્યા હતા. સાથે જ એ જ રાત્રે એક વાગ્યે તેઓ કરજણની હોટલના માલિકને ફોન કર્યાના પુરાવા મળ્યા હતા.

તો કરજણ ટોલનાકા પર પણ PI દેસાઇની કાર જોવા મળી હતી. અને આ જ દિવસના હોટલના સીસીટીવી પણ ગાયબ હતા. આમ એક પછી એક તમામ કડીઓ જોડાતી ગઇ, પુરાવા મળતા ગયા. અને આખરે પીઆઇના અસલી ચહેરાનો પર્દાફાશ થયો. મહત્વપૂર્ણ છે કે જે અવાવરૂ સ્થળેથી પોલીસને માનવ હાડકા મળ્યા હતા તે જગ્યા કરજણની હોટલના માલિકીના હતા.જેથી હવે રાજકીય અગ્રણીની પણ પોલીસ ધરપકડ કરશે.

આમ PI અજય દેસાઇએ પોતાનું પાપ છુપાવવા અનેક પ્રયાસો કર્યા. તપાસમાં સહકાર આપવાનું તરકટ રચતા રહ્યા, સામાન્ય ટેસ્ટ માટે તૈયારી દર્શાવી, પરંતુ નાર્કો ટેસ્ટ માટે ના પાડી. પરંતુ પીઆઇનો એક પણ પ્રયાસ સફળ ન થયો. અને આખરે તેનું પાપ પ્રકાશ્યું. અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક જ સપ્તાહમાં કેસ ઉકેલી કાઢ્યો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati