વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, મધુ શ્રીવાસ્તવની ફરીયાદ પર કાર્યવાહી, આરોપીએ કહ્યું તેની પાસે કાયદેસરનો પરવાનો, મધુ શ્રીવાસ્તવ પર કરીશ બદનક્ષીની ફરીયાદ

વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, મધુ શ્રીવાસ્તવની ફરીયાદ પર કાર્યવાહી, આરોપીએ કહ્યું તેની પાસે કાયદેસરનો પરવાનો, મધુ શ્રીવાસ્તવ પર કરીશ બદનક્ષીની ફરીયાદ
http://tv9gujarati.in/vadodara-ni-raol…stav-ni-fariyaad/

વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો. રણોલી GIDC પાસે IOC ટેન્કરમાંથી ડીઝલ કાઢી લેવામાં આવતું હતું. નરેન્દ્ર રોડલાઈન્સની ઓફિસ પાસે IOCના ટેન્કર લાવીને ડીઝલ કાઢી લેવામાં આવતું હતું આ અંગેની જાણ થતા જ પોલીસે દરોડો પાડીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ડીઝલ ચોરી કૌભાંડમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત 3 સામે જવાહરનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

ડીઝલ ચોરી અંગે મધુ શ્રીવાસ્તવના આક્ષેપ અને જવાહરનગર સ્ટેશને ફરિયાદ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા મીડિયા સામે આવ્યા. ધર્મેન્દ્રસિંહે કહ્યું કે મારી પાસે IOCમાંથી માલ વહન કરવાનો કાયદેસર પરવાનો છે અને મેં કોઈ જ ચોરી કરી નથી. હું મારી સામે ખોટા આક્ષેપ કરનાર મધુ શ્રીવાસ્તવ સામે બદનક્ષીનો દાવો કરીશ.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati