VADODARA : ધર્માંતરણ મુદ્દે મહત્વના ખુલાસા, આફમી ટ્રસ્ટે 100 મસ્જીદો બનાવવા કરોડોનું ભંડોળ વાપર્યું

Conversion Case : ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા 5 રાજ્યોમાં 100થી વધુ મસ્જીદો બનાવવા આફમી ટ્રસ્ટને કરોડોનું ભંડોળ મળ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 12:25 PM

VADODARA : ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની SOGની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.તપાસમાં ખુલ્યું છે કે આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો.જેમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા 5 રાજ્યોનો સમાવેશ થાય છે.પ્રાથમિક તપાસમાં મોટા ખુલાસા થતા વડોદરા પોલીસની ટીમ સલાઉદ્દીન અને મૌલાના ઉમરની કસ્ટડી માટે ઉત્તરપ્રદેશ રવાના થઇ છે. આ સાથે જ આરોપીઓ સાથે સંપર્ક ધરાવતા લોકોની તપાસ માટે પણ ટીમોને રવાના કરાઇ છે.

આ ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીની તપાસમાં થયેલા ખુલાસા પર નજર કરીએ તો આફમી ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. SOGએ આફમી ટ્રસ્ટનું ફાયનાન્શિયલ ઓડિટ કરાવ્યું હતું, જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળી આવ્યાં છે.

આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો છે. SOGની રડારમાં ભરૂચ અને દિલ્લીના હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી આવી છે.તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે મૌલાના ઉમર બે થી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ.તો વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે.

FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે.વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું..પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાને કાનૂની મદદ માટે આ રકમ વાપરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, 2 આરોપીની ધરપકડ, 5 રાજયોમાં બનાવી 100થી વધારે મસ્જિદ, હવાલાથી મળ્યા 60 કરોડ રૂપિયા

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">