Crime: એક જ પરિવારના પાંચ લોકોની નિર્મમ હત્યા, ઘરને આગ ચાંપી

એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ નિર્દયતાથી હત્યા કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને માહિતી મળતા જ પોલીસ (Uttar Pradesh Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Crime: એક જ પરિવારના પાંચ લોકોની નિર્મમ હત્યા, ઘરને આગ ચાંપી
5 people of same family murdered in Prayagraj (Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 1:54 PM

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)જિલ્લાના થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ નિર્દયતાથી હત્યા કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યારાઓએ પરિવારના સભ્યોને ઈંટો અને પથ્થરોથી કચડીને નિર્દયતાથી હત્યા કરી છે.

પોલીસનું કહેવું છે કે પ્રદીપ કુમાર યાદવે આ ઘટનાની જાણકારી આપી અને પોલીસને જણાવ્યું કે તેના ભાઈ અને ભાભીની સાથે પરિવારના અન્ય ત્રણ સભ્યોની પણ હત્યા કરવામાં આવી છે. જિલ્લામાં સામૂહિક હત્યાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડીજી પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં લૂંટનો મામલો છે અને બદમાશો લૂંટના ઈરાદાથી આવ્યા હતા અને તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસનું કહેવું છે કે પકડાઈ જવાના ડરથી તેઓએ પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાવી દીધી હતી.

પોલીસ તપાસ ચાલી રહી છે

એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના કેસમાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે. ઘટનાની માહિતી મળતાં પોલીસની ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

થોડા દિવસો પહેલા સામૂહિક હત્યા થઈ હતી

તાજેતરમાં જ પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે 42 વર્ષીય મૃતક રાહુલ તિવારી તેની 38 વર્ષીય પત્ની પ્રીતિ અને ત્રણ પુત્રીઓ માહી, પીહુ અને પોહુ સાથે ખગલપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તેઓ મૂળ કૌશામ્બીના રહેવાસી હતા.

માયાવતીએ ટ્વીટ કર્યું

બસપા પ્રમુખ માયાવતીએ આ મામલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના તળિયે જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.”

આ પણ વાંચો: મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

આ પણ વાંચો: IPL 2022: દિલ્હી કેપિટલ્સ પર વિંઝાયો સજાનો કોરડો, ઋષભ પંત સહિત ત્રણને દંડ ફટકાર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">