લગ્નની લાલચ આપી બે સગી બહેનો પર 3 વર્ષ સુધી થયો બળાત્કાર, બહાર ફરવા લઈ જઈ કરાયો હત્યાનો પ્રયાસ

બે સગી બહેનો સાથે બળાત્કાર થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મિત્રો પર બે સગી બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

લગ્નની લાલચ આપી બે સગી બહેનો પર 3 વર્ષ સુધી થયો બળાત્કાર, બહાર ફરવા લઈ જઈ કરાયો હત્યાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

મધ્યપ્રદેશના ભોપાલમાં બે સગી બહેનો સાથે બળાત્કાર થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મિત્રો પર બે સગી બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતા સમાચાર અનુસાર બંને છોકરાઓ બંને બહેનો સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા હતા. જ્યારે છોકરીઓ તેમના પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેઓએ તેમને સિલ્વાનીમાં લઈ જઈને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ છોકરીઓએ બંને છોકરાઓ સામે કેસ દાખલ કર્યો હતો. છોકરાઓએ તેને કેસ પાછો ખેંચવા માટે લગ્નનું વચન આપ્યું હતું.

લગ્નની શરતે બંને બહેનોએ કેસ પાછો ખેંચી લીધો. જેલમાંથી છૂટ્યા પછી છોકરાઓએ લગ્નમાંથી પીછેહઠ કરી અને તેમની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું. બંને બહેનોનો આરોપ છે કે, ભોપાલના અશોક ગાર્ડનમાં તેમની સાથે બળાત્કાર થયો હતો. ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક આરોપીનું તેની મોટી બહેન સાથે અફેર હતું. તે જ સમયે, બીજા આરોપીને નાની બહેન સાથે સંબંધ હતો. બંને છોકરાઓએ ત્રણ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું.

લગ્નની લાલચે બે સગી બહેનો સાથે બળાત્કાર

પોલીસનું કહેવું છે કે, બંને બહેનોની ઉંમર 21 અને 23 વર્ષની છે. બંને છેલ્લા ચાર વર્ષથી ભોપાલની સુભાષ કોલોનીમાં રહે છે. બંને છોકરીઓ ગોવિંદપુરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરે છે. પોલીસનું કહેવું છે કે, બંને આરોપીઓએ લગ્નના બહાને છોકરીઓ પર બળાત્કાર કર્યો હતો. તે જ સમયે લગ્ન કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બંને છોકરીઓથી છુટકારો મેળવવા માટે આરોપીઓએ તેમના પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. સિલ્વાનીને ફરવા લઇ જવાના બહાને તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. લગ્નની શરતે જેલમાંથી છૂટ્યા બાદ છોકરાઓએ ફરીથી તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું. બળાત્કારની ફરિયાદ બાદ પોલીસે હવે બંને આરોપીઓની ફરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati