વિવાહિત મહિલા પર ‘I Love U’ લખેલો પત્ર ફેંકવો એ ગુનો છે: હાઈકોર્ટ

વિવાહિત મહિલાના શરીર પર 'આઈ લવ યુ' લખીને અથવા કોઈ પણ કવિતા કે શાયરી લખીને ફેંકવાથી તેને ગુનો ગણવામાં આવશે. આમ કરવાથી છેડતી કે જાતીય સતામણીનો કેસ થશે.

વિવાહિત મહિલા પર ‘I Love U’ લખેલો પત્ર ફેંકવો એ ગુનો છે: હાઈકોર્ટ
પ્રતિકાત્મક તસવીર

વિવાહિત મહિલાના શરીર પર ‘આઈ લવ યુ’ લખીને અથવા કોઈ પણ કવિતા કે શાયરી લખીને ફેંકવાથી તેને ગુનો ગણવામાં આવશે. આમ કરવાથી છેડતી કે જાતીય સતામણીનો કેસ થશે. હાઈકોર્ટની નાગપુર બેંચે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 2011ની એક ઘટનાની સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. એક 54 વર્ષીય પુરુષ પર 45 વર્ષીય મહિલા સાથે અશ્લીલ હરકતો કરવાનો અને ધમકી આપવાનો આરોપ હતો.

મહિલાઓની છેડતી કે, સતામણીના કેસમાં આરોપી વિરુદ્ધ કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવે છે. જો દોષિત ઠરે છે તો તેને બે વર્ષની જેલ અથવા દંડ અથવા બંને સાથે સજા થાય છે.

શું છે સમગ્ર મામલો?

અકોલા જિલ્લામાં વર્ષ 2011ની આ ઘટનાની નાગપુર બેચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. એક 54 વર્ષીય પુરુષ પર 45 વર્ષીય મહિલાની સાથે અશ્લીલ હરકતો કરવા અને ધમકી આપવાનો આરોપ હતો. પીડિત મહિલા પરિણીત છે. તેને એક પુત્ર છે. આરોપીએ પીડિતાને પ્રેમ પત્ર આપ્યો હતો. પીડિતાએ તે પ્રેમપત્ર લેવાની ના પાડી દીધી હતી.

પરિણીત મહિલા દ્વારા ના પાડવામાં આવ્યા બાદ આરોપીએ તેના શરીર પર પત્ર ફેંકી દીધો અને તેને કહ્યું કે, હું તને પ્રેમ કરું છું. આ સાથે તેણે આ વાત કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિણીત મહિલાના શરીર પર પ્રેમ વ્યક્ત કરતો પત્ર અથવા તેવી કવિતા ફેંકવો કે, શાયરી લખેલી ચિઠ્ઠી ફેંકવી એ જાતીય સતામણી અને છેડતી છે.

કોર્ટે શું કહ્યું?

આ કેસમાં પહેલા અકોલાની સિવિલ લાઇન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. ફર્સ્ટ ક્લાસની મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને બે વર્ષની જેલની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણયને આરોપીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે પણ આરોપીને દોષિત ઠેરવ્યા હતા. માનનીય કોર્ટે કહ્યું, ”સ્ત્રીનું સન્માન તેનું સૌથી મોટું રત્ન છે.

જ્યારે કોઈ મહિલાના સન્માન સાથે છેડછાડ કરવામાં આવી હોય અથવા તેને પરેશાન કરવામાં આવે ત્યારે તેને ધ્યાનમાં લેવું જોઈએ ત્યારે કોઈ સ્પષ્ટ સમજૂતી આપી શકાતી નથી. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ 45 વર્ષની પરિણીત મહિલાના શરીર પર પ્રેમ વ્યક્ત કરતી કવિતામાં લખેલો પત્ર ફેંકવો એ જાતીય સતામણી અને છેડતીનો કેસ છે.” કોર્ટે તેના આદેશમાં આ સ્પષ્ટતા કરી છે.

 

આ પણ વાંચો: Delhi london ફ્લાઈટમાં આવેલા અચાનક ઉછાળા પર સિવિલ એવિએશન વિભાગે ખુલાસો કર્યો, કહ્યું કે કોઈ આધાર પુરાવા નથી

આ પણ વાંચો: Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati