Rajasthan: સૂતેલી પત્ની અને 2 દીકરીઓને પથ્થરથી કચડીને પતિ ફરાર, ત્રણેયના મોત

ઉદયપુરના કોટાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુબારી ગામમાં એક પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની નિર્દયતાથી હત્યા(MURDER)કરી. રવિવારે રાત્રે સૂતી વખતે પતિએ તેની પત્ની અને પુત્રીઓના માથાને પત્થરથી કચડી નાખ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો.

Rajasthan: સૂતેલી પત્ની અને 2 દીકરીઓને પથ્થરથી કચડીને પતિ ફરાર, ત્રણેયના મોત
પ્રતિકાત્મક ઇમેજ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 1:04 PM

Rajasthan : ઉદયપુરના(Udaipur) કોટાડા વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે પુત્રીઓની નિર્દયતાથી હત્યા કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે સૂતી વખતે પતિએ તેની પત્ની અને પુત્રીઓના માથાને પથ્થરથી કચડી (wife murder) નાખ્યા, ત્યારબાદ ત્રણેયના મોત થયા. તે જ સમયે, ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પતિએ ત્રણેય પર તે સમયે હુમલો કર્યો જ્યારે તેઓ રાત્રે ગાઢ નિંદ્રામાં હતા. આરોપી પતિએ ત્રણેય પર પથ્થરો વડે હુમલો કર્યો, ત્યારપછી વધારે લોહી વહી જવાને કારણે ત્રણેયના મોત થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે (husband wife fight)દરરોજ પરસ્પર ઝઘડો થતો હતો, જેના કારણે પતિએ આ ભયાનક પગલું ભર્યું. તે જ સમયે, ઘટનાની માહિતી મળતાં, પોલીસ બીજા દિવસે સવારે સ્થળ પર પહોંચી અને ત્રણેય મૃતદેહોને કબ્જે કર્યા હતા.

આપને જણાવી દઈએ કે ઘટનાની જાણ પડોશીઓએ સોમવારે સવારે પોલીસને કરી હતી. જેમાં પડોશીઓએ જણાવ્યું હતું કે કોટરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુબારી ગામમાં રહેતા બે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. આ મહિલા ગુજરાતની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પત્ની અને પુત્રીઓનું માથું કચડી નાખ્યું

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઘટના વિશે માહિતી આપતા એસએચઓ પવન સિંહે જણાવ્યું કે સુબારી ગામનો રહેવાસી પોપટ તેની પત્ની કાલી દેવી (25) સાથે દરરોજ ઝઘડા કરતો હતો. રવિવારે રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ પોપટે તેની પત્ની અને પુત્રી સુમિત્રી (7) અને બાયા કુમારી (4)ની પથ્થર વડે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પોપટ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેની શોધ કરવામાં આવી રહી છે.

3 લોકોના ઘરકંકાસમાં જીવ ગયા

પોલીસના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પરસ્પર ઝઘડો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. બીજી તરફ, રવિવારે બનેલી ઘટના પહેલા પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ગુસ્સે ભરાયેલા આરોપી પોપટે તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે ગુજરાતમાં રહેતા મૃતક કાલીદેવીના સંબંધીઓને જાણ કરી છે અને સંબંધીઓ રાજસ્થાન આવશે ત્યારે જ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">