દીકરીએ માતાની કરી હત્યા, જાણો હત્યાને આત્મહત્યામાં ખપાવવા શું પ્લાન ઘડ્યો

હંમેશા વાંચવા માટે શીખામણ આપતી માતાની પુત્રીએ જ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

દીકરીએ માતાની કરી હત્યા, જાણો હત્યાને આત્મહત્યામાં ખપાવવા શું પ્લાન ઘડ્યો

હંમેશા વાંચવા માટે શીખામણ આપતી માતાની પુત્રીએ જ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રીએ કરાટે માટેના કાપડના બેલ્ટથી ગળું દબાવીને આ હત્યા કરી હતી. ઘટના નવી મુંબઈના એરોલી સેક્ટર-7ની છે. એક 15 વર્ષની છોકરીએ આ હત્યાને આત્મહત્યા તરીકે બતાવો તેની માતાના મોબાઈલથી તેના પિતા, મામા અને માસીને મેસેજ કર્યો મેસેજમાં લખ્યું હતું કે, ‘હું આત્મહત્યા કરું છું.’ 30 જુલાઈએ બનેલી આ ઘટનાની વાસ્તવિકતા હવે સામે આવી છે.

મૃતક મહિલાનું નામ શિલ્પા જાધવ છે. તે તેના પતિ સંતોષ જાધવ (44) અને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષના પુત્ર સાથે એરોલીની રાકેશ સોસાયટીમાં રહેતી હતી. તે પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માંગતી હતી. આ કારણે તે હંમેશા દીકરી પર ભણવા માટે દબાણ કરતી હતી. તેણે મે મહિનામાં તેની પુત્રીને કોચિંગ ક્લાસમાં પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રવેશ મેડિકલ પ્રવેશ માટે NEET પરીક્ષાની તૈયારીના સંબંધમાં હતો. છોકરી જેટલી તેની માતા તેને વાંચતી જોવા માંગતી હતી તેટલું વાંચવા માંગતી નહોતી. આ કારણે, માતા અને પુત્રી વચ્ચે વારંવાર અણબનાવ થતો હતો. 27 જુલાઈના રોજ તેના પિતાએ પણ તેને મોબાઈલ સાથે સમય પસાર કરવા બદલ ઠપકો આપ્યો હતો. ગુસ્સામાં તે પડોશમાં રહેતા તેના મામા શૈલેષ પવારના ઘરે જતી રહિ હતી.

માતા અને પુત્રી હત્યાના ત્રણ દિવસ પહેલા પોલીસ સ્ટેશન ગયા હતા

દીકરીને મનાવવા માટે માતા તેના ભાઈના ઘરે ગઈ હતી. પરંતુ ત્યાં ફરીથી પુત્રીએ તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. પુત્રીએ માતાને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ અંગે માતા અને પુત્રી ઘરની નજીક સ્થિત રબાલે પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસના સમજાવ્યા બાદ માતા અને પુત્રીને ઘરે મોકલવામાં આવ્યા હતા.

આ પછી 30 જુલાઈના રોજ ફરી એકવાર બપોરે માતાએ તેની પુત્રીને ભણવા માટે કહ્યું અને તે બાદ માર માર્યો. તેની માતાના હાથમાં છરી જોઈને દીકરી ગુસ્સે થઈ ગઈ. પુત્રીએ માતાને ધક્કો માર્યો. માતા નીચે પડી. માતાની પડતી વખતે તેના બેડરૂમના પલંગ સાથે અથડાતા કપાળને ભાગે ઈજા થઈ હતી. માતાએ પલંગ પર રાખેલ કરાટેનો બેલ્ટ હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. દીકરીએ તે પટ્ટો હાથમાં લીધો તેના વડે માતાને બેલ્ટ વડે ગળું દબાવી દીધું હતું. આરીતે તેણીએ પોતાની માતાની હત્યા કરી હતી.

આમ હત્યાને આત્મહત્યા બનાવવાનો પ્રયાસ

માતાની હત્યા કર્યા પછી પુત્રીએ પહેલા આ ઘટનાને આત્મહત્યા જેવી બનાવવા માટે દરવાજાની બહાર રાખેલી ચાવી માતાના બેડરૂમમાં રાખી. આ પછી તે તેની માતાનો ફોન લઈને તેના પિતા, મામા અને માસીને વોટ્સએપ મેસેજ કર્યો. વોટ્સએપ મેસેજમાં લખ્યું હતું કે, ‘મેં મારા તમામ પ્રયાસો કર્યા છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું.’ આ પછી છોકરીએ બેડરૂમનો દરવાજો લગાવ્યો.

પછી પુત્રીએ તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે માતા દરવાજો ખોલી રહી નથી. પિતાએ ઘરની નજીક રહેતી યુવતીના મામાને ફોન કરીને ઘરે જવાનું કહ્યું. તેના મામા શૈલેષ પવાર ભાગીને ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા પછી, તેણે દરવાજો તોડ્યો અને જોયું કે તેની બહેન એટલે કે, છોકરીની માતાનો મૃતદેહ પડેલો હતો અને તેના ગળામાં કરાટે કપડાનો પટ્ટો પડેલો હતો.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શૈલા જાધવનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેનું મોત માથામાં ઈજા અને ગળુ દબાવીને થયું હતું. આ પછી પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે થોડું કડક રીતે પૂછવામાં આવ્યું ત્યારે પુત્રીએ માતાની હત્યાની કબૂલાત કરી. પોલીસે પુત્રી પર હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

આ પણ વાંચો: GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati