AHMEDABAD : સોલા સિવિલમાંથી બાળકીના અપહરણ કેસમાં આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઈ

આરોપી મહિલા ચારેક મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલ આવી હતી અને જ્યાં તેણે પ્રસુતિ વિભાગમાં અનેક બાળકોને જોતા જ અહીં એક બાળકનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો.

AHMEDABAD : સોલા સિવિલમાંથી બાળકીના અપહરણ કેસમાં આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઈ
The accused in the case of abduction of a girl from Sola Civil Hospital was remanded
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:13 AM

AHMEDABAD : અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીના અપહરણ મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.જો કે તપાસ દરમિયાન મહિલાએ છેલ્લા નવ મહિનાથી આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે અને માસ્ટર પ્લાન બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

સોલા સિવિલ માંથી બાળકીનું અપહરણ કરનાર મહિલા નગ્મા છેલ્લા નવ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહી હતી મહિલાના લગ્નગાળાને સાત વર્ષ જેટલો સમય થયો હતો.જો કે સંતાન ન થતું હોવાથી તેનું લગ્ન જીવન ભંગાણના આરે હતું. જેથી તે છેલ્લા નવ મહિનાથી તેના સાસરે ગઈ ન હતી અને ત્યાં તેણે પોતે સગર્ભા હોવાનું કહ્યું હતું. જોકે નવ મહિના જેટલો સમય વિતી ગયા બાદ તે સોલાસીવીલમાંથી બાળકીનું અપહરણ કરીને તેની સાસરીયામાં ગઈ હતી અને પોતે બાળકીને જન્મ આપ્યો છે તેવી જાણ કરી હતી.

આરોપી મહિલા ચારેક મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલ આવી હતી અને જ્યાં તેણે પ્રસુતિ વિભાગમાં અનેક બાળકોને જોતા જ અહીં એક બાળકનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો.બે મહિના અગાઉ પણ તેણે બે વખત બાળકના અપહરણનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહી હતી, જેથી ત્રીજી વખત અપહરણ માટે બપોરના સમયે ચાર વાગ્યાથી જ હોસ્પિટલમાં ધામા નાંખી દીધા હતા અને વોર્ડમાં ક્યાંથી પ્રવેશ કરાય કેવી રીતે બહાર નીકળી શકાય ક્યાં ક્યાં સિક્યુરિટીની નજર રહે છે આ તમામ બાબતોની રેકી કરી દીધી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બાદમાં કોઈને જાણ ન થાય તે માટે સોલા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે કે જ્યાં અગાઉ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, ત્યાં જઈને છૂપાઈ ગઈ હતી. બાદમાં એક વાગે તે બાળકીનું અપહરણ કરી પલાયન થઈ ગઈ હતી.

આ મહિલાનો પ્રથમ પ્લાન તો બાળકને દત્તક લેવાનો હતો, પરંતુ જટિલ પ્રોસેસના કારણે તે બાળક દત્તક લઇ શકી ન હતી.જોકે બાળકનું અપહરણ કર્યા બાદ જ્યારે તે ઘરે પહોંચી હતી ત્યારે તેની માતા અને બહેનને તો તેણે આ બાળક દત્તક લીધું હોવાની જ જાણ કરી હતીહાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">