Surendranagar : વ્યાજખોરોનો આતંક યથાવત, લીંબડીના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

Limbadi : ચાર થી પાંચ શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં કરવામાં આવી રહ્યો છે.

Surendranagar : વ્યાજખોરોનો આતંક યથાવત, લીંબડીના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર
Terror of loan shark continues ,Harrased by loan sharks man consumes poision in Limbadi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 1:48 PM

લીંબડીના(Limbadi )યુવાને વ્યાજખોરોના(Loan sharks) ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકસાર મચી ગઈ છે. લીંબડી શહેરના ચોરાપા શેરીમાં રહેતા 40 વર્ષના વિજયભાઇ રમેશભાઈ દાદરેચાએ ઝેરી દવા પી લીધી હતી.વિજયભાઇને પહેલા લીંબડી સરકારી હોસ્પિટલમાં(Government Hospital)  સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો.જે બાદ તબિયત વધુ ખરાબ થતા રાજકોટ લઇ જવામાં આવી હતી,તે દરમિયાન રસ્તામાં જ તેનુ મોત થઇ ગયું હતુ.

પોલીસે પરિવારજનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ ચાર થી પાંચ શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ બે દિવસ માર પણ મારવામાં આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.લીંબડી પોલીસે(Limbadi Police) હાલ આ મામલે પરિવારજનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જુઓ વીડિયો

વ્યાજખોરોના ત્રાસની આગમાં હોમાઈ રહી છે અનેક જીંદગીઓ

આ પહેલા પણ વ્યાજખોરોના ત્રાસની આગમાં અનેક જીંદગીઓ હોમાઈ છે.થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા વૃદ્ધએ ભાગીદારીમાં ધંધો કર્યા બાદ 65 લાખનું નુકશાન થતા અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે પૈકી વ્યાજ સહિત ઘણી રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરોએ ટેલિફોનિક તથા રૂબરૂ પઠાણી ઉઘરાણી કરી હતી. જ્યારે ભાડુઆત પાસેથી 04 લાખ રૂપિયા લીધા હતા. જે પેટે 10 લાખનો ચેક બાઉન્સ થતા ભાડુઆતની પત્નીએ 14 લાખની રકમ માટે બ્લેકમેલિંગ કર્યું હતું.

જેથી વારંવાર કરવામાં આવતા ત્રાસથી કંટાળી વૃદ્ધએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો. મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ, વિશ્વાસઘાત તથા ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે હાલ વારંવાર વ્યાજખોરોના ત્રાસને પગલે અનેક લોકો આત્મહત્યા કરવા મજબુર થઈ રહ્યા છે.તેથી હાલ લોકોએ સરકાર સમક્ષ દાખલારૂપ સજા કરવાનો રાગ આલાપી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">