વડોદરામાં માતાપુત્રીનું શંકાસ્પદ મોત, પોલીસને હત્યાની આશંકા

વડોદરા શહેરમાં એકબાદ એક હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ફરી શહેરમાં બે શંકાસ્પદ મોતના બનાવને પગલે અનેક અટકળો તેજ બની છે. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં આ બનાવ બન્યો છે.

વડોદરામાં માતાપુત્રીનું શંકાસ્પદ મોત, પોલીસને હત્યાની આશંકા
Suspected death of mother and daughter in Vadodara, police suspect murder

વડોદરા શહેરમાં એકબાદ એક હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ફરી શહેરમાં બે શંકાસ્પદ મોતના બનાવને પગલે અનેક અટકળો તેજ બની છે. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં આ બનાવ બન્યો છે. જેમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત થયા છે. ગત રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા હતા. બાદમાં બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાનો પણ મળી આવ્યા છે. જેને પગલે પોલીસે માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ડોકટરે માતા-પુત્રીને મૃત જાહેર કર્યાં હતા
ન્યૂ સમા રોડ પર આવેલી 48, ચંદનપાર્ક સોસાયટી 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમવા ગયા હતા. અને, ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ બંનેની તબિયત બગડી હતી. જેથી પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં તબીબે માતાપુત્રીને મરણ જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચુ કારણ બહાર આવશે.

રાત્રે 12થી લઇને અઢી વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું હોવાની આશંકા
મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન છે,અને છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો. પણ બંનેના મોત થયા હતા. આમ રાત્રે 12થી લઇને અઢી વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું હોવાની પોલીસને આશંકા છે. જેને પગલે પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાનો ભાઇ શૈલેન્દ્ર બારીયા સ્થળ પર પહોંચી ગયો હતો.

 

આ પણ વાંચો : Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો : Video : આ ચિમ્પાન્ઝીએ તો ભારે કરી ! ઘસી-ઘસીને એવા કપડા ધોયા કે જોઈને મહિલાઓને પણ આઘાત લાગ્યો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati