સુરેન્દ્રનગર : પાડોશી યુવકની હેરાનગતિએ યુવતીનો લીધો ભોગ, યુવકની પોલીસે ધરપકડ કરી

સુરેન્દ્રનગર : પાડોશી યુવકની હેરાનગતિએ યુવતીનો લીધો ભોગ, યુવકની પોલીસે ધરપકડ કરી
Surendranagar: A young woman committed suicide after being harassed by a neighbor (સાંકેતિક તસ્વીર)

આજના સોશિયલ મિડીયાના યુગમાં યુવાનો અને યુવતીઓ ફોટો અને વીડિયો મુકતા હોય છે. ત્યારે એક વીડિયો કે ફોટો એક યુવતીના મોતનું કારણ બન્યું હોય તેવો કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાં બન્યો છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 04, 2022 | 5:10 PM

સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહારના વિસ્તારમાં રહેતી યુવતી તેના પડોશી યુવકની (Neighborhood youth) હેરાનગતીથી કંટાળી, તેમજ યુવકે- યુવતી સાથેના ફોટો તેમજ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં (Instagram)મુકતા યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતુ. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે (POLICE) ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરી દીધો છે.

આજના સોશિયલ મિડીયાના યુગમાં યુવાનો અને યુવતીઓ ફોટો અને વીડિયો મુકતા હોય છે. ત્યારે એક વીડિયો કે ફોટો એક યુવતીના મોતનું કારણ બન્યું હોય તેવો કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાં બન્યો છે. સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહારના વિસ્તારમાં રહેતી વિભાવરી (નામ બદલેલ છે) નામની યુવતીની તેની પડોશમાં રહેતા યુવક- વિકાસ ગોરૈયા (નામ બદલેલ છે) સાથે સગાઇની વાત ચાલતી હતી. પરંતુ કોઇ કારણસર વિકાસના લગ્ન બીજી યુવતી સાથે થઇ ગયા હતા. અને બે વર્ષમાં યુવક- વિકાસ ગોરૈયા તે યુવતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ વિકાસ-વિભાવરીને તેની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. અને અવારનવાર વિભાવરી કોઇ ચીજવસ્તુઓ લેવા માટે બહાર જાય તો તેનો પીછો કરી પરેશાન કરતો હતો. વિભાવરી વિકાસની આ પજવણીથી કંટાળી ગઇ હતી તેમ છતાં વિકાસ તેનો પીછો છોડતો ન હતો. અને છેલ્લે તો છરી બતાવી ધમકી પણ આપતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાંખીશ તેવો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

તેમ છતાં યુવતી તાબે ન થયાં વિકા ગોરૈયાએ વિભાવરી સાથે અગાઉના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મુકતા વિભાવરીને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં વિભાવરીને તાત્કાલિક સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન વિભાવરીએ આરોપી વિરૂદ્ધ નિવેદન આપતા અને ત્યાર બાદ સારવાર દરમિયાન વિભાવરીનું મોત થતાં પોલીસે વિભાના નિવેદનના આધારે મરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી વિકાસ ગોરૈયાને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

ત્યારે આજના સોશિયલ મિડીયાના યુગમાં દરરોજ ફોટો અને વીડિયોની ભરમાર કરતા યુવાનો અને યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન બન્યો છે. અને યુવતીઓ કે જેવો લગ્ન પહેલા પોતાના મંગતેર કે સગાઇ નક્કી થયેલ યુવક કે પ્રેમી સાથે ફરવા જતી હોઇ ત્યારે સાથે ફોટા પડાવવા કે વીડિયો બનાવવા કેટલા ઘાતક સાબિત થાય છે. તે એક આ સભ્ય સમાજ માટે લાલબતી સમાન છે. તેમજ આ બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ મહિલાઓ અને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારે ફોટો કે વીડિયોના આધારે કોઇ વ્યક્તિ બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે પોલીસ દ્વારા ભોગ બનનારની ઓળખ પણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર

આ પણ વાંચો : GANDHINAGAR : વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ, ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati