Surat : એક્સપાયર્ડ રેમડેસિવિર વેચતાં BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બે ઝડપાયા, દર્દીના સગા પાસે વસૂલતા બમણાં ભાવ

કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે

Surat : એક્સપાયર્ડ રેમડેસિવિર વેચતાં BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બે ઝડપાયા, દર્દીના સગા પાસે વસૂલતા બમણાં ભાવ
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 24, 2021 | 3:46 PM

કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલે તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. એક ઇન્જેક્શન દિઠ દિવ્યેશ પટેલને 7000 હજાર ચૂકવ્યા બાદ ડૉક્ટરે ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાનું જણાવતાં જીગ્નેશને એ દિવસે વનિતા વિશ્રામ ગામ પાસે બોલાવીને તેના ઈન્જેક્શન પરત આપ્યા હતાં. સમગ્ર ઘટનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની પૂછપરછ કરતા ઇન્જેક્શન કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થી પાસેથી લીધા હોવાનું સામે આવ્યુ, દિવ્યેશએ વિશાલ અવસ્થીને એક ઈન્જેક્શનના રૂપિયા 5400 ચૂકવ્યા હતા. વિશાલ અવસ્થી પાસે એક વરસથી આ ઇંજેક્શનનો સ્ટોક પડેલો હતો અને આ ઇન્જેક્શન તેણે દિવ્યેશને આપ્યા હતા.

દિવ્યેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછમાં દિવ્યેશ પાસે અન્ય આઠ જેટલા ઇન્જેક્શન મળી આવ્યા હતાં. આ ઇન્જેક્શન્સ તે ક્યાંથી લાવ્યો હતો, તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કયા-કયા દર્દીના સંબંધીઓને તેણે ઇન્જેકશન આપ્યા છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે વિશાલ અવસ્થીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, દિવ્યેશ પટેલને ઇન્જેક્શન આપતી વખતે મેં સ્પષ્ટતા કરી હતી કે, ઇન્જેક્શન એક્સપાયરી ડેટના છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, તે પોતાના બચાવ માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યો છે .એક્સપાયરી ડેટનું ઈન્જેકશન હોય તો કોઈ પણ દર્દીને ઇન્જેક્શન કેવી રીતે ઉપયોગી પૂરવાર થઈ શકે અને જો એ ઉપયોગી ન હોય તો દર્દીના સંબંધીઓને આ ઇંજેક્શન આપવા પાછળનું કારણ શું હતું. હવે તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો રેમડેસિવિર ઇન્જેકશનના બ્લેક માર્કેટિંગને લઈને મોટા ખુલાસાઓ બહાર આવી શકે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે કોરોના સંક્રમણ દરમિયાન ડુપ્લિકેટ ઇન્જેક્શથી દર્દીના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર સાહેબે સુચના આપી હતી કે, શહેરમાં બ્લેકમાં કે બોગસ વેચાતાં ઇન્જેક્શનો ઉપર ખાસ વોચ રાખવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને અમે દિવ્યેશ પટેલ અને વિશાલ અવસ્થીની ધરપકડ કરી છે. દિવ્યેશને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને વિશાલ અવસ્થીને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">