surat : લસકાણામાં એક દુકાનમાં તસ્કરો ઘુસ્યાં, એક ચોરનું નીચે પટકાતા મોત

જેમાં એક ચોર ભાગી છૂટ્યો હતો. અને બીજો ચોરી કરવા માટે દીવાલમાં બાકોરું પડ્યું હતું. જેમાંથી ભાગવા જતા નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

surat : લસકાણામાં એક દુકાનમાં તસ્કરો ઘુસ્યાં, એક ચોરનું નીચે પટકાતા મોત
surat: Smugglers break into shop in Laskana, a thief falls to his death
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 06, 2021 | 4:11 PM

સુરતના સરથાણા સ્થિત લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીમાં કરીયાણાની દુકાનમાં રાત્રીના સમયે બે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા. જ્યાં મજૂરો જાગી જતા બંને ચોર ભાગ્યા હતા. જેમાં એક ચોર ભાગવામાં સફળ રહ્યો હતો. અને બીજો ચોર ભાગવા જતા નીચે પટકાયો હતો. જેને સારવાર હેઠળ ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. જે મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં નવા વર્ષે ગુનાઓની વણજાર જોવા મળી હતી. એક રાત્રીમાં બે હત્યા તો એકનું પડી જવાથી મોત નીપજ્યું હતું. સુરતમાં સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં મોડી રાત્રીએ બે અજાણ્યા ચોર ઈસમો અનાજ કરીયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસ્યા હતા. જ્યાં પહેલેથી સુતેલા મજૂરોને શંકા ગઈ હતી. જે કોઈ ચોર ચોરી કરવા આવ્યા છે. જેને લઈને મજૂરોએ ચોરોને પકડવાની કોશિશ કરી હતી.

જેમાં એક ચોર ભાગી છૂટ્યો હતો. અને બીજો ચોરી કરવા માટે દીવાલમાં બાકોરું પડ્યું હતું. જેમાંથી ભાગવા જતા નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જે ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને કરીયાણાની દુકાન માલિકે અજાણ્યા ચોર ઇસનો વિરુદ્ધ ફરિયાદ આપતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે ચોર ઈસમો અમદાવાદ થી સુરત ચોરી કરવા માટે આવ્યા હતા. અને બાંશ દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપવાના હતા. જોકે કેટલાક મજૂરો સુતા હતા. જેને લઈને ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. હાલ ચોરી કરવા આવેલ ઇસમના મોત મામલે અને ચોરીના પ્રયાસ અંગે સરથાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં હવે શું સામે આવે છે તેની રાહ જોવી રહી.

આ પણ વાંચો : BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

આ પણ વાંચો :  Google Scholarship: Google ગર્લ સ્ટુડન્ટ્સને શિષ્યવૃત્તિ મેળવવાની શ્રેષ્ઠ તક આપી રહ્યું છે, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">