surat : કોફી શૉપમાં બેભાન થયેલી યુવતીના હોસ્પિટલમાં મોત બાદ ઉઠયા સવાલો, વિધર્મી યુવક પર પરિજનોના આક્ષેપ

આ તરફ યુવતીનું મોત થતા પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારે વિધર્મી યુવકે ઝેરી પદાર્થ કોફીમાં ભેળવી દીધો હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે. પરિજનો કહે છે કે દીકરીએ યુવક સાથે કોફી પીધી હતી. જે બાદ તે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:02 PM

સુરતમાં કૉલેજીયન યુવતીનું કોફી શૉપમાં શંકાસ્પદ મોત થયું છે. યુવતી બીએડમાં અભ્યાસ કરતી હતી. તે કૉફી શોપમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન યુવતીએ દમ તોડ્યો હતો. યુવતીના પરિવારજનોને પોલીસે એવું જણાવ્યું છે કે- યુવતી સાથે એક યુવક પણ કોફી શોપમાં હાજર હતો. તેણે જ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તે યુવક હોસ્પિટલમાં પણ યુવતીની સાથે હતો. પરંતુ થોડા સમયમાં જ તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકે જ યુવતીની હત્યા કરી છે. તે યુવક અગાઉ પણ યુવતીને પરેશાન કરતો હતો.

આ તરફ યુવતીનું મોત થતા પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારે વિધર્મી યુવકે ઝેરી પદાર્થ કોફીમાં ભેળવી દીધો હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે. પરિજનો કહે છે કે દીકરીએ યુવક સાથે કોફી પીધી હતી. જે બાદ તે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી.જો કે કોફી પીધા બાદ યુવતીનું મોત નિપજતા સમગ્ર મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

યુવતીના શંકાસ્પદ મોતને લઈ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. માટે યુવક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો? યુવતીના શંકાસ્પદ મોતમાં યુવકની સંડોવણી છે? યુવતીને કોફી શૉપમાં યુવકે બોલાવી હતી? કંઈ ખવડાવી-પીવડાવીને યુવતીની હત્યા કરવામાં આવી છે? કૉલેજીયન યુવતીનું કયા કારણે મોત થયું? પોલીસે આ તમામ સવાલો પરથી પડદો ઉંચકવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">