Surat: પોલીસે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલ્યો, કર્ણાટકમાં 17 લાખની ચોરીના આરોપીની આવી રીતે કરી ધરપકડ

સુરતની પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે એક આરોપીને બસમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પુછતાછ કરતા આરોપીએ કર્ણાટકમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવતો હોવાની જાણ થઈ.

Surat: પોલીસે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલ્યો, કર્ણાટકમાં 17 લાખની ચોરીના આરોપીની આવી રીતે કરી ધરપકડ
Surat Police arrest accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 3:54 PM

Surat: પુણા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક આરોપી ચોરી કરીને સુરત તરફ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે બસની તપાસ કરતા એક આરોપી લલિત પરમાર નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પાસેથી એક બેગમાં મોટા પ્રમાણમાં માત્ર ચાંદીના દાગીના મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કારણ કે બેગમાં માત્ર ચાંદીના જ દાગીના જ હતા બાદમાં પુણા પોલીસ દ્વારા આરોપીને પોલીસ મથક લાવી સઘન પૂછપરછ કરતા એક પછી એક હકીકત સામે આવવા લાગી હતી અને જેમાં ચોકવાનારી વાત સામે આવી હતી. પહેલા તો આરોપીએ આ ઘરેણાં પોતાના છે તેવું કહ્યું હતું પણ પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી.

પુણા પોલીસ મથકના પીઆઇ યુ વી ગડરિયા દ્વારા બેગમાં રહેલા ચાંદીના દાગીના તપાસ કરી જેમાં પકડાયેલા દાગીના ઉપર એક કન્નડ ભાષામાં લખેલા લેબલ અને નામના આધારે તપાસ હાથ ધરી તો તે દુકાન કર્ણાટકના તુમકુર જિલ્લાની હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે આ દાગીનાના ફોટો અલગ અલગ પોલીસ મથકમાં મોકલી તેની ખરાઈ માટે મોકલી આપ્યા હતા જ્યાં તે જ જિલ્લાના એક પોલીસ મથકના પોલીસે આ દાગીના ઓળખી બતાવ્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ દાગીના કર્ણાટક રાજ્યના એક્સ્ટેન્શન પોલીસ મથક હદમાં આવેલા એક વેપારીને ત્યાંથી બંધ મકાનનું તાળું તોડી તેમાંથી ચોરી કરેલા હોવાનું પોલીસે જાણકારી આપી હતી.

જ્યાં તેની પોલીસ મથકે 17.50 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી ત્યાં પુણા પોલીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીતો તે પોલીસની પુછ પરછમાં ભાગી પડ્યો હતો અને પકડાયેલા આરોપીએ કબૂલાત કરી કે તેની ગેંગ દાહોદથી અન્ય રાજ્યોમાં મજૂરી કરવાના બહાને ત્યાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

તેમની આ ગેંગમાં અન્ય ત્રણ ઈસમો પણ સામીલ હોવાનું કબલ્યુ છે. પકડાયેલા આરોપીનું નામ લલિત સમસુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. સાથે જ અજય ભાભોર, રાકેશ પરમાર અને પારસિંગ બચુભાઈ પરમાર નામના આરોપીઓ વોન્ટેડ છે.

જ્યાં સુરત પુણા પોલીસે કર્ણાટક પોલીસનો એક ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કર્ણાટક પોલીસને હવાલે કર્યો છે. સાથે જ 2.29 લાખ જેટલાનો મુદ્દામાલ પણ કબ્જે કાર્યો હતો અન્ય આરોપીની હવે કર્ણાટક પોલીસ શોધખોળ શરૂ કરી છે. સાથે જ આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાને અંજામ આપાયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો:  India Independence Day 2021 LIVE ભારતનો અનમોલ સમય, અનેક નિર્ણયોથી વિશ્વને દર્શાવ્યુ ભારત બદલાયુ, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

આ પણ વાંચો: GANDHINAGAR : સી આર પાટીલનું મહત્વનું નિવેદન, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિજય રૂપાણી નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">