Surat : ડિંડોલીમાં પટેલ દંપતીએ બોગસ કબ્જા રસીદ બનાવી પ્લોટ પચાવી પાડ્યો

આરોપીઓનો ઈરાદો માત્ર અનીલકુમારના પ્લોટ નહી પરંતુ અડધા ભાગની જમીન પચાવી પાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે અનીલકુમારની ફરિયાદને આધારે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Surat : ડિંડોલીમાં પટેલ દંપતીએ બોગસ કબ્જા રસીદ બનાવી પ્લોટ પચાવી પાડ્યો
સુરત-ડિંડોલી પોલીસ સ્ટેશન (ફાઇલ)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 21, 2021 | 5:57 PM

Surat : વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડરે ડિંડોલી પોલીસ મથકમાં પટેલ દંપતી સહીત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પટેલ દંપતીએ બિલ્ડરના કરોડોના પ્લોટની બોગસ કબ્જા રસીદ બનાવી પચાવી પડ્યો હતો. એટલું જ નહિ આ પ્લોટ પર દંપતી સહીત ચાર ઈસમોએ મળી ગેરકાયદે બાંધકામ પણ કરી દીધું હતું અને સોસાયટીનુ નામ પણ પાડી દીધુ હતું.

જોકે બાદમાં બિલ્ડરને આ વાત ધ્યાન પર આવતા તેમણે સ્થળ પર મુલાકાત લેતા હકીકત સામે આવી હતી. જેથી બિલ્ડરે દંપતી સહીત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછા ટેલીફોન એક્ષચેજની સામે સાધના સોસાયટીમાં રહેતા 41 વર્ષીય અનીલકુમાર કાનજીભાઈ વાઘાણી જમીન મકાન લે-વેચનો ધંધો કરે છે. અનીલકુમારની ડિડોલી રેવન્યુ સર્વે નં 75,80 તથા 89ના બ્લોક નં-139. ટી.પી. સ્ક્રીમ નં-69 (ગોડાદરા-ડિંડોલી) ફાયનલ પ્લોટ નં-124-એ વાળી જુની શરતની ખેતીની જમીનની માલીકી ધરાવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દરમ્યાન ગત તા 3 જુનના રોજ અનીલકુમારની જમીન જોવા માટે ગયા ત્યારે જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ અંબાલાલ પટેલ (ઓમનગર, ડિંડોલી) તેની પત્ની સુમિત્રાબેન, તાલીફ ઉર્ફે રાજુ શીલા ઈદરીશ મીરઝા(હળપતીવાસ, આસપાસ દાદા મંદિર સામે ગોડાદરા), કાલીચરણ ઉર્ફે કાલુ (રહે, જલારામ સોસાયટી ) દ્વારા જમીન પર ગ્રાઉન્ડ લેવલથી બાંધકામ કરતા હતા.

જેથી અનિલકુમારે તેમને બાંધકામ રોકવાનું કહેતા જીતેન્દ્રકુમારે બાંધકામ રોકીશુ નહી હું કોન્ટ્રાકટર છુ. તમારે બાંધકામ રોકાવુ હોયતો જમીન માલીકને જઈને મળો હોવાનું કહી ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. આ મામલે અનીલકુમારે પોલીસમાં અરજી કરતા જીતેન્દ્રકુમાર અને કાલીચરણે પોલીસમાં કરેલ અરજી પરત ખેચી લેવાનું કહી સમાધાન કરી લેવા કહ્યું હતુ અને જીતેન્દ્રકુમારે પ્લોટ નં 11,12,13 અને 40 કબજા રસીદથી ખરીદ્યા હોવાનું કહ્યું હતું.

જોકે અનીલકુમારે કબજા રસીદ માગતા ઉશ્કેરાઈને ઝઘડો કરી બીજીવાર દેખાયો તો મરવાની તૈયારી રાખજે તેવી ધમકી આપી હતી. અનીલકુમારે પાલિકાના લિંબાયત ઝોનમાં તેમના પ્લોટ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે અરજી કરી હતી.

પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા ઝોનમાં જઈને તપાસ કરતા જીતેન્દ્રકુમાર પટેલે જમીન અંગે પાવરદાર લલીલાબેન મગનભાઈ નામની વર્ષ 1975 ખોટી પાવર ઓફ એટર્ની રજુ કરી પાવર ઓફ એટનીના આધારે વર્ષ 1997માં પાવરદાર લલીતાબેન પાસેથી પ્લોટ નં-11 અને 12 ખરીદનાર તરીકે દિપકભાઈ મહેશ પટેલનું ખોટુ નામ દર્શાવી 1997ની ખોટી કબજા રસીદ બનાવી તે કબજા રસીદના આધારે 2001માં પોતાના નામની ખોટી કબજા રસીદ બનાવી હતી અને જમીન પર મહાલક્ષ્મી સોસાયટીનું નામ આપી આકરણી કરવા માટે સાઉથ ઝોનમાં અરજી કરી હતી.

આરોપીઓનો ઈરાદો માત્ર અનીલકુમારના પ્લોટ નહી પરંતુ અડધા ભાગની જમીન પચાવી પાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે અનીલકુમારની ફરિયાદને આધારે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">