સુરત: કતારગામમાં ચપ્પુની અણીએ રૂ. 49 લાખની લૂંટે પોલીસને દોડતી કરી, પોલીસ પહોંચી તો આ હકીકત આવી સામે

પોલીસ ઘટના બની તેની આજુબાજુના કેમેરા તપાસ કર્યા.અને ઘટનાક્રમ જોતા લુંટની વાત ઘડી કાઢવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં સીરીયલ કોમ ઈન્ફોટેકના માલિકને સોફટવેરવાળાને રૂપિયા આપવાના હતા અને તે કહીને જ લઈ ગયો હતો.

સુરત: કતારગામમાં ચપ્પુની અણીએ રૂ. 49 લાખની લૂંટે પોલીસને દોડતી કરી, પોલીસ પહોંચી તો આ હકીકત આવી સામે
Surat: In Katargam, Rs. The robbery of Rs 49 lakh made the police run, but when the police arrived, this fact came to light

સુરતના કતારગામ વિસ્તારમાં ડાયમંડ કવોલીટી ટેક કરવાના સોફટવેર અપડેટની ઓફિસ ધરાવતાં વેપારીને ચપ્પુની અણીએ ધમકાવી બે શખ્સો 49 લાખની રોકડ લુટી ગયા વાતને લઈ પોલીસ દોડતી થઈ હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા હકીકત બહાર આવતા પોલીસ પણ ચોંકી, કારણ કે લૂંટનું કાવતરું પોતે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યું હતું.

શહેરના ગુનેગારો જાણે પોતાની દિવાળી સુધારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એવો જ એક સુરત શહેરના કતારગામમાં પ્રકાશમાં આવ્યો છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એન્કલેવની પાછળના ભાગે હર્ષદભાઈ ભાલાળાની સિરિયલકોમ ઈન્ફોટેકમાં શુક્રવારના સાંજે 6.30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક વ્યક્તિ ડાયમંડ યુનિટનો સોફટવેર ઈન્સ્ટોલ કરવા માટે આવે છે.

આમ બંને વચ્ચે સોફ્ટવેર માટે રૂ. 49 લાખ આપવાનું નકકી કરવામાં આવે છે. આ વ્યક્તિ કોમ્યુટરમાં સોફટવેર ઈન્સ્ટોલ કરે છે. અને સીરીયલ કોમ ઈન્ફોટેકના માલિકને બતાવે છે. જેની સામે તેને એક બેગમાં 49 લાખ રૂપિયા આપે છે બસ તેની એક જ મિનિટમાં બે અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘુસી ગયા હતા.

આમ ઓફિસમાં સૌકાઇ કામમાં હતા અને ત્યાં આ બે ઇઅમો આવી જતા જે બેગમાં રોકડા રૂ. 49 હતા કે અને જે કોમ્યુટરમાં સોફવેર ઈન્સ્ટોલ કર્યું હતુ કે લુંટીને નાસી ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈએ પણ લુંટ કરવા આવેલા બે સામે પ્રતિકાર કે બુમાબુમ કરી નહોતી. ત્યાં જ શક ઉભી થાય છે .આમ આ બનાવની જાણ થતાં કતારગામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ ઘટના બની તેની આજુબાજુના કેમેરા તપાસ કર્યા.અને ઘટનાક્રમ જોતા લુંટની વાત ઘડી કાઢવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં સીરીયલ કોમ ઈન્ફોટેકના માલિકને સોફટવેરવાળાને રૂપિયા આપવાના હતા અને તે કહીને જ લઈ ગયો હતો. પણ સોફટવેરવાળાને ફસાવી દેવા માટે સીરીયલ કોમ ઈન્ફોટેકના માલિકે ખોટી લુંટની ફરીયાદ નોંધાવી હોવાનું સામે આવતા પોલીસે હર્ષદભાઈ ભાલાળા સહિત અન્ય બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આખી વાતને લઈ કતારગામ પોલીસને પહેલા તો શક જતા અરજી લીધી હતી. જેમાં ફરિયાદીની ઉલટ તપાસ કરતા હકીકત બહાર આવતા કતારગામ પોલીસે 49 લાખ રોકડ રકમ જપ્ત કરી અને ફરિયાદીની ધરપકડ કરી. જેમાં આ લોકોએ કાવતરું રચ્યું હતું કે ફરિયાદી જેમ અંદર જાય અને સોફ્ટવેર ઇસ્ટોલ થઈ જ્યાં તો મિસ્કોલ કરતા બહાર ઉભેલા બે ઈસમો આવી લૂંટ ચલાવવાની, જેથી કોઈ ખ્યાલ ન આવે પણ ગુનેગારો કોઈને કોઈ વાત છોડીને જતા હોય જેના આધારે આખો મામલો બહાર આવ્યો.

Click on your DTH Provider to Add TV9 Gujarati