Surat : ગોડાદરામાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાની હત્યાના ગુન્હામાં પતિ અને બનેવીની ધરપકડ

એક ટ્રેન આવતા સોનલ કપાઈ ગઈ હતી, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ચાર મહિના બાદ તપાસના અંતે હકીકત બહાર આવી કે

Surat : ગોડાદરામાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાની હત્યાના ગુન્હામાં પતિ અને બનેવીની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 18, 2021 | 3:44 PM

સુરતના ગોડાદરા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી. બાદમાં જેતે સમયે લીંબયત પોલીસે આરોપી સાથે સેટિંગ કરી ગુનો નોંધ્યો ન હતો.બાદમાં ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરતા હકીકત બહાર આવી હતું કે મહિલાની હત્યા કરવામાં આવી, બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર પતિ અને બનેવીની ધરપકડ કરી છે.

સુરતના લીંબયત પોલીસ દ્વારા એક મહિલાની થયેલ હત્યા મામલે ભીનું સંકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. અને આરોપી સાથે મળી રૂપિયાનો પણ વહેવાર કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે હત્યાનો ગુનો ન નોંધ્યો હતો અને માત્ર એડી તપાસ કરી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત ઓક્ટોબરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી દીધી હતી.પણ લીંબયત પોલિસને આ બાબતે હકીકત ખ્યાલ હતો છતાં પણ હત્યાનો ગુનો નોંધાયો ન હતો અને ગોલમાલ કરી હતી. જ્યારે આ મહિલા ગુમ થયાની ફરિયાદના 10 દિવસ બાદ તે ઉના ખાતે રાજ પેલેસ હોટલમાં રોકાઈ હતી. ભાવેશના સંબંધીઓને આ બાબતે માહિતી મળતા કારમાં બેસાડી સોનલ અને તેના પ્રેમી પ્રવિણને સુરત લાવ્યા હતા. જે દિવસે ઉનાથી આવ્યા એ જ રાત્રે બાર વાગે ભાવેશ અને સોનલ વચ્ચે ઝગડો થતા તેણે કહ્યું કે તે પાછી પ્રવિણ સાથે ભાગી જશે. તેણીએ ભાવેશને મર્દાનગી બાબતે પણ મેણા માર્યા હતા. તેથી ઉશ્કેરાયેલા ભાવેશે સોનલનું માથું દિવાલ સાથે પછાડી દીધું હતું. જેથી તે  બેહોશ થઈ ગઈ હતી. ભાવેશને એમ હતું કે તે મરી ગઈ છે.

ચાર મહિના બાદ તપાસના અંતે  હકીકત આવી સામે આમ સોનલની હત્યા થઈ ગઈ છે તેથી ભાવેશે બનેવી અશોક હડિયા સાથે મળીને સોનલને કારમાં નાંખીને દેવધ-દેલાડવા ફાટક પાસે રાત્રે બે વાગે લઈ જઈ ટ્રેક પર સુવડાવી દીધી હતી. રાત્રે એક ટ્રેન આવતા સોનલ કપાઈ ગઈ હતી. આમ જેતે સમયે મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જેના ચાર મહિના બાદ તપાસના અંતે અને ઉપરી અધિકારીઓ અને મીડિયાના દબાણે તપાસ કરી તો હકીકત બહાર આવી કે પતિ અને બનેવી સાથે મળી મહિલાની હત્યા કરવામાં આવી જેથી ઉચ્ચ અધિકારીઓ આદેશ બાદ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આમ ગોડાદરામાં મહારાણા ચોક ખાતે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રામજી કલસરીયાની પત્ની સોનલ 24 ઓક્ટોબરે તેના પ્રેમી પ્રવિણ હડિયા સાથે નાસી ગઈ હતી. પરંતુ તેના પતિએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. છતાં પણ પોલીસે કોઈ તપાસ કરી ન હતી આખરે હત્યારા પતિ અને બનેવીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અહીં એ સાબિત થયું કે હકીકત ગમે ત્યારે બહાર આવે છે અને તેમાં પોલીસ હોય કે કોઈ પણ પાપ છાપરે ચડીને પોકારે જ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">