Surat: ખૂનની કોશિશના ગુનામાં 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
સુરતમાં પીસીબી પોલીસની ટીમે હાલમાં રાંદેર વિસ્તારમાં રહેતા મોસ્ટ વોન્ટેડ આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણની ધરપકડ કરી છે, આરોપી સામે સચિન પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો ત્યાર બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, પરંતુ આરોપી લોકઅપમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો.

Surat : સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ (wanted) ટોપ-16 આરોપી પૈકી વર્ષ 2008માં સચિન પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા અને લોકઅપમાંથી ભાગી ગયેલા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો, આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેને ઝડપી પાડવા પર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરતમાં પીસીબી પોલીસની ટીમે હાલમાં રાંદેર વિસ્તારમાં રહેતા મોસ્ટ વોન્ટેડ આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણની ધરપકડ કરી છે, આરોપી સામે સચિન પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, પરંતુ આરોપી લોકઅપમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો.
પોલીસ તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2008માં પોતે ઉનગામ ગુલનાઝનગર ખાતે પરિવાર સાથે રહેતો હતો, આ દરમ્યાન ત્યાં રહેતા અર્ચના દેવી વિધ્યાનંદ ઠાકોર સાથે જમીન બાબતે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં તેણે તથા તેના સગા ભાઈ રકીબખાન ઉર્ફે રાજા તથા સાદિક યાકુબ શેખ તથા સલીમ અંસારી સાથે ભેગા મળી અર્ચના દેવી ઠાકોરને તલવાર તથા લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોચાડી હતી.
આ મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને જે ગુનામાં જે તે દિવસે પોલીસે તેની તથા તેના ભાઈ રકીબખાન ઉર્ફે રાજાની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવી પીએસઓ ટેબલ પાસે હથકડી બાંધી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમ્યાન હાથમાંની હથકડી સરકાવી પોતે ત્યાંથી ભાગી ગયો હતો.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા સુરત શહેરના ટોપ-16 નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કાર્યવાહી દરમિયાન આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી પર 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો