SURAT : યુવતીઓ અને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલનાર મુંબઈના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. સુરતમાં છેલ્લા 10 દિવસ થી રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસે આ આરોપીને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.

SURAT : યુવતીઓ અને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલનાર મુંબઈના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
Surat Crime Branch nabs Mumbai accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 10:42 PM

SURAT : દેશના અલગ અલગ રાજ્યોમાં છોકરીને ફોસલાવીને બીજા રાજ્યોમાં લઈ જઈને તેમને દેહવ્યાપાર કરાવવામાં આવતા હોવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. અથવા તો મહિલાઓને કે છોકરીઓને કોઈ વાતોમાં ભોળવીને બોલાવીને અજાણ્યા વ્યક્તિઓને વેચવાના કિસ્સાઓ પણ અગાઉ સામે આવી ચુક્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસે આ ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરવતા અને છેલ્લા ચાર વર્ષથી ભગતા ફરતા મુંબઈના આરોપીને ઝડપી પાડ્યો છે.

ચાર વર્ષથી ભાગતો ફરતો હતો આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આ ઇસમનું નામ શિવા રામકુમાર ચૌધરી છે, જેને ઇચ્છપોર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ છે અને પોલીસને હકીકત એવી મળી હતી કે આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. સુરતમાં છેલ્લા 10 દિવસ થી રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસે આ આરોપીને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં ચલાવતો હતો નેટવર્ક આ આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો મુંબઈ નહિ પણ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ ગેંગનું નેટર્વક ચલાવવામાં આવતું હતું અને ભારત બહારથી પણ છોકરીઓ કે મહિલાઓને લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

દેશ-વિદેશમાંથી લાવતો હતો છોકરીઓ આ ગેંગનો મુખ્ય આરોપી અને એજન્ટ કૃષ્ણસિંગ સુરેન્દ્રસિંહ તેના બીજા એજન્ટ સાથે મળીને રશિયન છોકરી, દિલ્લી, નેપાળ તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી ઉપરાંત આરોપીઓની ટીમ દ્વારા ઓનલાઇન વેબસાઈટ અને ઈન્ટરનેટના માધ્યમથી અલગ અલગ ગ્રુપમાં છોકરીઓના ફોટો મોકલવામાં આવતા હતા અને ગ્રાહકો પાસે રૂપિયા લેવામાં આવતા હતા.

પકડાયેલો આરોપી મુખ્ય એજન્ટ છે પકડાયેલ આરોપી શિવા રામકુમાર ચૌધરી આ ટીમમાં એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. હાલમાં આ પકડાયેલ આરોપી નેપાળ ખાતે રહેતો હતો પણ મામલો થોડો શાંત થતાની સાથે સુરતમાં 10 દિવસ પહેલા જ આવ્યો. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો આ દેશવ્યાપી દેહવ્યાપારના મોટા નેટર્વકનો પર્દાફાશ થવાની સાથે અનેક મહિલાઓની જિંદગી બચી જાય એમ છે.

આ પણ વાંચો : MUMBAI : કિન્નરે 3 મહિનાની બાળકીનું અપહરણ કરી કાદવમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી, હત્યાનું ચોંકાવનારુ કારણ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">