Surat : ક્રાઈમ બ્રાન્ચે ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના બે મુખ્ય આરોપીની કરી ધરપકડ

તેઓ સૌ પ્રથમ શહેર વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતાં હતાં અને ત્યારબાદ આ ચોરેલી બાઇક પર જ શહેરમાં ફરીને રસ્તે ચાલતી મહિલાઓને સરનામું પૂછવાના બહાને તેમની ચેઇન તોડીને ફરાર થઈ જતાં હતાં.

Surat : ક્રાઈમ બ્રાન્ચે ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના બે મુખ્ય આરોપીની કરી ધરપકડ
સ્નેચિંગ કરતી ગેંગ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 21, 2021 | 4:14 PM

સુરત શહેર પોલીસ (Police) ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch) ટીમ દ્વારા રીઢા ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી શહેર અને જિલ્લામાં લોકોની ચેઇન તોડીને ગુનો આચરતી ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પહેલાં બાઇક ચોરી કરતા હતા અને ત્યારબાદ ચોરીની બાઇક પર જ ચેઇન સ્નેચિંગ કરતા હતાં.

સુરત શહેરમાં અને જિલ્લાના આજુબાજુ ગામોમાં બાઇક પર આવી ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ સતત સક્રિય હતી. ત્યારે આ બાબતે લોકોની સતત ફરિયાદ ઉઠી હતી કે લોકો રોડ પર જતાં હોય અને તેમાં પણ ખાસ કરીને મહિલાને આ ગેંગ ટાર્ગેટ કરતી હતી. આજના જમાનામાં મોજશોખ પુરા કરવા માટે યુવાનો કોઈ પણ ખોટા કામ કરવા તૈયાર થઈ જાય છે, આવા જ બે યુવકોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કેટલાક ચેન સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલાયા છે.

આ યુવકોની વાત કરીએ તો સુરતના ઓલપાડ ખાતે રહેતા ધવલ પારેખ અને શિરીષ રાણા ધીમે ધીમે ગુનાની દુનિયામાં રીઢા ગુનેગાર બની ચુક્યા છે. જો કે આ બંને આરોપીઓ ખૂબ નાની વયેથી જ ગુનાની આ દુનિયામાં પગ માંડી ચુક્યા હતાં. તેઓ સૌ પ્રથમ તો શહેર વિસ્તારમાંથી કોઈ પણ બાઇકની ચોરી કરતાં હતાં અને ત્યારબાદ આ ચોરેલી બાઇક પર જ શહેરમાં ફરીને રસ્તે ચાલતી મહિલાઓને સરનામું પૂછવાના બહાને તેમની ચેઇન તોડીને ફરાર થઈ જતાં હતાં.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ બંને આરોપીઓ પૈકી ધવલ વર્ષ 2012 માં પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે, જ્યારે અન્ય આરોપી શિરીષ પણ વર્ષ 2007 માં પાસા હેઠળ વડોદરાની જેલમાં સજા કાપી ચુક્યો છે. આ ઉપરાંત ધવલ અને શિરીષ પર ભૂતકાળમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના કુલ 10 જેટલા ગુના નોંધાયેલ છે.

હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરતા ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી ચોરીની 8 સોનાની ચેઇન અને 2 મોટર સાઇકલ મળીને કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">