Surat : રાંદેરમાં માત્ર આઠ માસના બાળકને માર મારનાર કેરટેકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

Parul Mahadik

Parul Mahadik | Edited By: Utpal Patel

Updated on: Feb 05, 2022 | 4:02 PM

કેરટેકરને કોઈ કારણસર ગુસ્સો આવતા માસુમ બાળકને પાંચ મિનિટ હવામાં ઉછાળી ચારથી પાંચ વાર બેડ પર પછાડતા તેને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું. જોકે સીસીટીવીએ આખો ભાંડો ફોડતા બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Surat : રાંદેરમાં માત્ર આઠ માસના બાળકને માર મારનાર કેરટેકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો
Surat: Attempted murder case filed against caretaker in Rander

Surat : શહેરમાં ઘણા દંપતીઓ એવા છે કે જેઓ બંને નોકરી કરતા હોય છે. જેથી તેઓ પોતાના બાળકને સાચવવા માટે ઘરમાં કેરટેકર (Caretaker)રાખતા હોય છે. પરંતુ આવા દંપતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આજે સામે આવ્યો છે. રાંદેર પાલનપુર પાટિયા પાસે હિમગીરી સોસાયટીમાં જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતું દંપતી નોકરી કરતું હોવાથી તેઓએ એક મહિલાને તેના ટ્વીન્સ બાળકોની સાચવણી માટે રાખી હતી. પરંતુ તેણીને કોઈ કારણસર ગુસ્સો આવતા માસુમ બાળકને પાંચ મિનિટ હવામાં ઉછાળી ચારથી પાંચ વાર બેડ પર પછાડતા તેને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું. જોકે સીસીટીવીએ આખો ભાંડો ફોડતા બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં આવેલ જલારામ જ્યોત એપાર્ટ.માં રહેતા મિતેશ શીરીષભાઈ પટેલ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેની પત્ની આઈ.ટી.આઈ માં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. આઠ મહિના પહેલા જ શિવનિબેને ટ્વિન્સને જન્મ આપ્યો હતો. બાદમાં ત્રણ મહિના પહેલા જ ટ્વીન્સની સારસંભાળ રાખવા માટે મિતેશભાઈ એ કોમલબેન રવિભાઈ તાંડલેકર ને કેરટેકર તરીકે નોકરી પર રાખી હતી. ગતરોજ સવારે મિતેશભાઈ અને તેની પત્ની રાબેતા સમય મુજબ નોકરી પર નીકળી ગયા હતા.

બાદમાં ગઈકાલે સવારે 9.30 થી 10.30 વાગયાના સમયગાળા દરમિયાન કોમલને અચાનક જ કોઈ કારણસર ગુસ્સો આવતા તેણીએ 5 મિનિટ સુધી આઠ માસના નીરવાનને હવામાં ઉછાળ્યું હતું અને બાદમાં 4 થી 5 વાર પલંગ પર પછાડી, કાન આમળી તમાચા મારી દીધા હતા. જેને કારણે નીરવાન બેહોશ થઈ ગયો હતો. જેથી બનાવને પગલે કોમલે મિતેશભાઈને અને શિવાની બેનને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને નીરવાન ને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઈન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.

જેથી આખરે મિતેશભાઈએ ઘરમાં લગાવેલા ગુપ્ત સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલાની ચોંકાવનારી કરતૂત સામે આવી હતી. બનાવને પગલે હાલ તો બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ મામલે મિતેશબીએ એ મોડીરાત્રે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કોમળ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કોમલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : BANASKANTHA : 500 રૂપિયાની લાંચ મામલે ઇજનેરને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની કેદ

આ પણ વાંચો : અમદાવાદના Narendra Modi સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી રચશે ઇતિહાસ,  બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati