Surat : પલસાણાની જે.ડી.રેસ્ટોરન્ટમાં હથિયારીધારી શખ્સો દ્વારા હુમલો અને લૂંટ, આરોપીઓ ફરાર

Surat : પલસાણા તાલુકાનાં હાઇવેની બાજુમાં આવેલ જે.ડી.રેસ્ટોરન્ટમાં હુમલો થયો હતો. ગતરોજ 15થી વધુ વ્યક્તિના ટોળાં મોકલી લાકડી તેમજ છૂટા પથ્થરો વડે હોટલ ઉપર અચાનક હુમલો કરી લૂંટ ચલાવી.

Surat : પલસાણાની જે.ડી.રેસ્ટોરન્ટમાં હથિયારીધારી શખ્સો દ્વારા હુમલો અને લૂંટ, આરોપીઓ ફરાર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 7:30 PM

Surat : જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર પાટીયા નજીક નેશનલ હાઇવેની બાજુમાં આવેલ જે.ડી.રેસ્ટોરન્ટમાં હુમલો થયો હતો. ધવલ અકબરી નામના યુવાને જૂની અદાવત રાખી ગતરોજ 15થી વધુ વ્યક્તિના ટોળાં મોકલી લાકડી તેમજ છૂટા પથ્થરો વડે હોટલ ઉપર અચાનક હુમલો કરી લૂંટ ચલાવી હતી. જે મામલે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર કેસ ?

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ જે.ડી. રેસ્ટોરન્ટ ઉપર ગતરોજ હુમલો અને લૂંટની ઘટના બની હતી. જેમાં ધવલ અકબરીએ જૂની અદાવત રાખીને 15થી વધુ લોકોનું ટોળું મોકલીને હોટલના કર્મચારી સ્ટાફ અને અન્ય લોકો કઈ સમજે તે પહેલા જ હોટલ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમજ લાકડીના ફટકા તેમજ લોખંડના પાઇપ લઈ હોટલમાં પ્રવેશ કરી ફર્નિચરની પણ તોડફોડ કરી હતી. આ દરમ્યાન તેમણે કાઉન્ટરમાંથી 50 થી 60 હજાર રોકડા તેમજ એક સોનાની ચેઇન અને ત્રણ મોબાઈલ થઈને 1 લાખથી વધુની લૂંટ પણ ચલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં થયેલ તોડફોડ બાદ પલસાણા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

શું છે હુમલાનું કારણ ? જે.ડી.રેસ્ટોરન્ટમાં ચાર દિવસ અગાઉ ધવલ અકબરી એક સગીર વયની યુવતી સાથે આવ્યો હતો. અને હોટલમાં રૂમની માંગણી કરી હતી. જોકે હોટલના સ્ટાફે યુવતીની ઉંમર 18 વર્ષની નીચે હોવાથી રૂમ ભાડે આપવાની ના પાડી હતી. જેથી આ યુવાને ધમાલ શરૂ કરી હતી. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો.ધવલ અકબરીએ બોમ્બેથી 15 થી વધુ ટોળું બોલાવી હોટલમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર દ્રશ્ય સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા. સીસીટીવીના આધારે પલસાણા પોલીસે ધવલ અકબરી તેમજ તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની દિશામાં તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ હાલ પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે જે.ડી. હોટેલમાં તમામ હુલ્લડ કરનારને ઝડપી પાડવાનો દોર શરૂ કર્યો છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">