Surat : પોલીસના હપ્તા વસૂલીની પોલ ઉઘાડી પાડનાર એડવોકેટ પર ચાલુ ફેસબુક લાઈવમાં જ હુમલો, જુઓ LIVE VIDEO

તેઓએ જેવું ફેસબુક (Facebook )લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા.

Surat : પોલીસના હપ્તા વસૂલીની પોલ ઉઘાડી પાડનાર એડવોકેટ પર ચાલુ ફેસબુક લાઈવમાં જ હુમલો, જુઓ LIVE VIDEO
Advocate Mehul Boghra (File Image )
Follow Us:
| Updated on: Aug 18, 2022 | 3:56 PM

સુરતના (Surat )લસકાણા ખાતે કેનાલ રોડ ઉપર આજે બપોરે એડવોકેટ મેહુલ (Mehul Boghra )બોધરા ઉપર દંડા વડે જીવલેણ હુમલો(Attack ) કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. તેઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા ઉઘરાણા બાબતે ફેસબુક લાઈવ કરતા હતા ત્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા. તેમના પર ઉપરાછાપરી વાર કરતા તેઓ ઈજાગ્રત અને લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેમણે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. નોંધનીય છે કે હુમલાની આ આખી ઘટના પણ ફેસબુક લાઈવ પર ગઈ હતી, જેને અસંખ્ય લોકોએ નિહાળી પણ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એડવોકેટ 26 વર્ષીય મેહુલ મનસુખ બોધરા ઉપર આજે બપોરે  લસકાના કેનાલ રોડ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મેહુલભાઈએ હુમલા અંગે જણાવ્યું હતું કે તેમને કેટલાક સમયથી રિક્ષામાં ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ મળી રહી હતી. જેથી આજે સવારે તેઓ કેનાલ રોડ પર પહોંચ્યા હતા જ્યા રિક્ષામાં દંડા રાખીને ઉઘરાણા કરતા હતા. જ્યા ત્રણ પોલીસ કર્મીઓ અને અન્ય ત્રણ ઈસમો હાજર હતા.

તેઓએ જેવું ફેસબુક લાઈવ શરૂ કર્યું તો થોડી જ વારમાં કેટલાક ઈસમો દંડા લઈને તેમના ઉપર તૂટી પડયા હતા અને માથામાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે ટ્રાફીક સુપરવાઈઝર સાજન ભરવાડ દવારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કેમકે તેઓ રિક્ષામાં અવાર નવાર ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેમને આ બધું બંધ કરવા માટે તેમણે એક મહિના પહેલા જ તેમને વોર્નિંગ આપી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ત્યારે તેમને વળતામાં મને પતાવી દેવાની ધમકી આપેલી હતી. અગાઉથી જ ધમકી આપેલી હતી તે પ્રમાણે આજે રિક્ષામાં દંડા સાથે હુમલા માટે તૈયાર જ હતા. લસકાણા  પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે તેમના ઉપર હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલભાઈના માથામાં ઈજા થઈ છે અને ત્રણ જેટલા ટાકા આવ્યા છે.

આ રહ્યો હુમલાનો લાઈવ વિડીયો :

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">