સુરત : મોબાઇલ દુકાનદાર સાથે 2.66 લાખની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં સીટીલાઈટ ખાતે આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાથી રૂપિયા 2.66 લાખનો મોબાઈલ અને ચાર્જરનો માલ ખરીદી પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

સુરત : મોબાઇલ દુકાનદાર સાથે 2.66 લાખની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો
Surat: Accused of cheating Rs 2.66 lakh with mobile shopkeeper caught

મોબાઇલની દુકાનમાંથી 2.66 લાખના બે મોબાઈલ ખરીદી પેમેન્ટ ન ચૂકવી ફરાર ઠગબાજ ઝડપાયો એસઓજી પોલીસે નિકુંજ ભાલાળાને ઝડપી પાડ્યો રૂ.1.60 લાખના મોબાઈલ સાથે નિકુંજ ભાલાળાને ઝડપી પાડ્યો.

હાલમાં કોરોના મહામારી વચ્ચે લોકોને વેપાર ઉધોગમાં અને વેપારની પદ્ધતિઓ પણ બદલાઈ છે. જેમ કે ખાસ કરીને લોકો ઓનલાઈન વેપાર કરતા થઈ ગયા છે. તેવામાં સુરતમાં સીટીલાઈટ ખાતે આવેલ હર્ષ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાથી રૂપિયા 2.66 લાખનો મોબાઈલ અને ચાર્જરનો માલ ખરીદી પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન સુરત શહેર એસોજી પોલીસે ઠગબાજને ઝડપી પાડી રૂ. 1.60 લાખનો એક મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના સારોલીગામ અગ્નિ બંગ્લોઝમાં રહેતા આદર્શ રાજેન્દ્ર કાસટ સીટીલાઈટ અશોક પાન હાઉસની સામે ભગવતી આશિષ કોમ્પલેકસમાં હર્ષ એન્ટરપ્રાઈઝના નામે વેપાર કરે છે. આદર્શભાઈ પાસેથી નિકુંજ ભાલાળા નામના યુવકે રૂ. 2.70 લાખ બે નંગ મોબાઈલ અને સેમસંગ કંપનીના ચાર્જરનો માલ ખરીદયો હતો. અને નિકુંજ ભાલાળાએ મોબાઈલનું પેમેન્ટ એનએફટી મારફતે આપી દીધો તેમ કહી ખોટો વિશ્વાસ આપી સિકયુરીટી ચાર્જ પેટે ચેકો આપ્યા હતા.

જોકે નિકુંજ ભાલાળાએ પેમેન્ટ ચુકવ્યું ન હતુ. આ અંગે આદર્શ ભાઈએ નિકુંજ ભાલાળા વિરુધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દરમિયાન સુરત શહેર એસોજી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પરવત પાટીયા વિસ્તારમાં ચોરીના મોબાઈલ સાથે એક ઈસમ ફરી રહ્યો છે જે તે બાતમીના આધારે એસોજી પોલીસે વોચ ગોઠવી આરોપીને આંતરી તેની પુછપરછ કરતાં આરોપીએ તેનું નામ નિકુંજ બાબુભાઈ ભાલાળા અને તે સ્ટોક માર્કેટમાં ટ્રેડીગ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ તે પરવટ પાટીયાની સાંઈ આશિષ સોસાયટીમાં રહે છે.પોલીસે આરોપી નિકુંજ ભાલાળા પાસેથી સેમસંગ કંપનીનો રૂ. 1.16 લાખનો મોબાઈલ કબ્જે કરી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનોના ભેદ ઉકેલી કાઢયો છે.ઉલ્લેખનીય છે આરોપી વિરુધ અગાઉ પણ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો નોંધાઈ ચુકયો છે. હાલ તો પોલીસે ઠગબાજ નિકુંજ ભાલાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati