Pakistan ની જીત પર જશ્ન મનાવવો વિદ્યાર્થીઓને ભારે પડ્યો, કોલેજમાંથી કરાયા સસ્પેન્ડ અને કાશ્મીરી વિદ્યાર્થીઓ પર FIR

મંગળવારે આ મામલો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ભારતીય જનતા યુવા મોરચાના અધિકારીઓ કોલેજ પહોંચ્યા હતા અને તેઓએ હંગામો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Pakistan ની જીત પર જશ્ન મનાવવો વિદ્યાર્થીઓને ભારે પડ્યો, કોલેજમાંથી કરાયા સસ્પેન્ડ અને કાશ્મીરી વિદ્યાર્થીઓ પર FIR
FIR on Kashmiri students
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 8:29 AM

IND vs PAK Match: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) જિલ્લાની એક કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓ (Kashmiri Students) એ T20 વર્લ્ડ કપમાં ભારતની હારની ઉજવણી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, RBS એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ અંગે વાંધાજનક પોસ્ટ પણ કરી હતી અને મંગળવારે આ મામલો જાહેર થયા બાદ કોલેજ મેનેજમેન્ટે ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલાને લઈને ભારતીય જનતા યુવા મોરચાએ આરોપી કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રવિવારે વર્લ્ડ કપની ટી-20 મેચમાં ભારત અને પાકિસ્તાન (T20 World Cup IND vs PAK) વચ્ચે મેચ હતી અને આરબીએસ એન્જિનિયરિંગ કોલેજ ટેકનિકલ કેમ્પસ હોસ્ટેલના ડીન ડો.દુષ્યંત સિંહના જણાવ્યા અનુસાર, કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરના ત્રણ વિદ્યાર્થીઓએ ભારતની હાર અને પાકિસ્તાનની જીત પર ઉજવણી કરી હતી. આ પછી વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને પાકિસ્તાનનું સમર્થન કરતા રાષ્ટ્ર વિરોધી નારા લગાવ્યા હતા. આ મામલો સામે આવતાં જ કોલેજ મેનેજમેન્ટે ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસે FIR દાખલ કરી મંગળવારે આ મામલો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ભારતીય જનતા યુવા મોરચાના અધિકારીઓ કોલેજ પહોંચ્યા હતા અને તેઓએ હંગામો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

યુવા મોરચાના નેતાઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ અને આ પછી એસપી સિટી વિકાસ કુમારના આદેશ બાદ તહરીના આધારે કેસ નોંધવામાં આવ્યો. એસપી સિટીનું કહેવું છે કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, એસપી સિટી વિકાસ સિંહે કહ્યું કે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ 153A, 505(1)B અને 66F IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર આગ્રા પોલીસના જણાવ્યા અનુસાર, અરશદ યુસુફ, ત્રીજા વર્ષના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી ઇનાયત અલ્તાફ શેખ અને ચોથા વર્ષના વિદ્યાર્થી શૌકત અહેમદ ગનીએ પણ પાકિસ્તાનની જીત બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમણે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું, આગ્રા પોલીસના જણાવ્યા અનુસાર તેને પાકિસ્તાનના સમર્થનમાં whatsapp સ્ટેટ્સ રાખ્યું હતું.

સ્કોલરશિપ દ્વારા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ મળતી માહિતી મુજબ, આરબીએસ એન્જિનિયરિંગ ટેકનિકલ કેમ્પસમાં બી. ટેકના વિવિધ સેમેસ્ટરમાં J&Kના 11 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના (PMSS) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે.

કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું અને તેને ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું અને કોલેજ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને આમાં ત્રણ વિદ્યાર્થીઓ દોષી સાબિત થયા હતા. આ મામલે કાર્યવાહી કરીને કોલેજે ત્રણેય વિદ્યાર્થીઓને 25 ઓક્ટોબરે કોલેજમાંથી કાઢી મુક્યા છે.

આ પણ વાંચો: Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : બે દિવસની રાહત બાદ ફરી આવ્યા માઠાં સમાચાર, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">