વડોદરામાં ગોત્રીના અંબિકાનગરમાં પુત્રએ કરી માતાની ક્રુર હત્યા, હત્યારો પુત્ર ફરાર

વડોદરામાં ગોત્રીના અંબિકાનગરમાં પુત્રએ કરી માતાની ક્રુર હત્યા, હત્યારો પુત્ર ફરાર

વડોદરામાં ગોત્રી વિસ્તારના અંબિકાનગરમાં સગા પુત્રએ જનેતાની હત્યા કરી. પુત્રએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારી. આટલું જ નહીં ક્રૂર પુત્રએ માતાની લાશને ઘરની પાછળ આવેલા અવાવરૂ ભાગમાં લઈ જઈને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. કળિયુગના પુત્રએ માતાની હત્યા બાદ પુરાવાનો નાશ કરવાની પણ પૂરતી કોશિષ કરી. જોકે પાડોશીઓએ જાણ કરતા જ પોલીસ અને […]

Utpal Patel

|

Dec 29, 2020 | 7:39 PM

વડોદરામાં ગોત્રી વિસ્તારના અંબિકાનગરમાં સગા પુત્રએ જનેતાની હત્યા કરી. પુત્રએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારી. આટલું જ નહીં ક્રૂર પુત્રએ માતાની લાશને ઘરની પાછળ આવેલા અવાવરૂ ભાગમાં લઈ જઈને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો.

પ્રતિકાત્મક તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર

કળિયુગના પુત્રએ માતાની હત્યા બાદ પુરાવાનો નાશ કરવાની પણ પૂરતી કોશિષ કરી. જોકે પાડોશીઓએ જાણ કરતા જ પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની પુત્રીએ કહ્યું મારી માતા અને ભાઈ બે એકલા જ રહેતા હતા. અને તેઓ વચ્ચે કોઈ મુદ્દે અણબનાવ પણ ન હતો. ત્યારે પુત્રએ અચાનક માતાની ઘાતકી હત્યા કેમ કરી તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati