Social Media: કાળા બજારિયાઓ હવે સોશિયલ મિડિયા તરફ વળ્યા, કોરોના સંદર્ભની ચીજ વસ્તુ ખરીદતા પહેલા રેહેજો સાવધાન

Social Media : કોરોના (Corona) મહામારીમાં અનેક દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir Injection)ની જરૂર પડી રહી છે ત્યારે લોકોને ઇન્જેક્શન ન મળતાં કાળાબજારિયાઓએ હવે સોશિયલ મીડિયા(Social Media)નો સહારો લીધો છે.

| Updated on: Apr 25, 2021 | 7:26 AM

Social Media : કોરોના (Corona) મહામારીમાં અનેક દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir Injection)ની જરૂર પડી રહી છે ત્યારે લોકોને ઇન્જેક્શન ન મળતાં કાળાબજારિયાઓએ હવે સોશિયલ મીડિયા(Social Media)નો સહારો લીધો છે. સોશિયલ મીડિયા ઉપર ઇન્જેક્શન મળી જશે તેવી પોસ્ટ મૂકી લોકો પાસે પૈસા પડાવવામાં આવી રહ્યા છે.

ખોખરાના એક વ્યક્તિ સહિત શહેરના આઠેક લોકોએ આ જ રીતે ફેસબુક માં ‘પુટ મી ઇન ટચ પેજ’ ગ્રુપમાં પોસ્ટ વાંચી અને રૂપિયા આપી ઇન્જેક્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓને રૂપિયા આપ્યા બાદ ઇન્જેક્શન ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ. ટેકનીકલ એનાલીસીસથી એક આરોપી મધ્યપ્રદેશનો હોવાનું જાણીને મધ્યપ્રદેશ પોલીસ સાથે સંકલન કરી એક આરોપીની ધરપકડ કરાઇ છે.

 

આ પહેલીવારનું નથી કે જેમાં રેમડેસિવિર ઈન્જેક્શનનાં કાળાબજાર થયા હોય. આ પહેલા પણ આફતને આવકમાં બદલનાર એક આરોપીની શાહિબાગ પોલીસે ધરપકડ કરી હતી. શાહિબાગ પોલીસની કસ્ટડીમાં પહોચેલા એ આરોપીનુ નામ હાર્દિક ઠાકોર છે કે જે સિવિલ હોસ્પિટલમાં પારસ ફાર્મસી નામની દવાની દુકાન ચલાવે છે, પરંતુ કોરોનાકાળમાં કમાવી લેવા માટે આરોપી હાર્દિકે ઈટોલીજુમ્બ ઈન્જેક્શનના કાળા બજાર કર્યા. જે ઈન્જેક્શનની બજાર કિંમત 31 હજાર રૂપિયા છે. તે જરૂરિયાતમંદ વ્યક્તિને 55 હજાર રૂપિયામાં વેચી રહ્યો હોવાની હકિકત સામે આવતા પોલીસે છટકું ગોઠવ્યું અને એમાં હાર્દિક ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી 3 ઈન્જેક્શન કબ્જે કર્યા હતા.

તો રેમડેસિવિર ઇન્જેક્શનનો વધુ એક કાળાબજારીયો ઝડપાયો દાહોદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં હાથમાં કે જ્યાં નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતા યુવકની ધરપકડ કરી 11 રેમડેસિવિર ઇન્જેક્શન જપ્ત કરાયા હતા. બાતમીના આધારે હોટલમાં બેસીને ઇન્જેક્શનની કાળાબજારી કરતા યુવકને ઝડપી પોલીસે તેમની પાસેથી કુલ 1 લાખ 39 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે, આરોપી MRP કરતા 15 ગણા ભાવે વેચાણ કરતો હતો.

તો, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કર્યો હતો. ગુરૂ પ્રસાદ ચોક નજીકથી રેમડેસિવિર ઇન્જેક્શન આપવા આવેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 4 હજાર 500 રૂપિયાનું રેમડેસિવિર ઇન્જેક્શન રૂપિયા 10 હજારમાં વેચતા હતા. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી ડ્રેસમાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સ બહાર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન માહિતી મળી હતી કે દેવાંગ મેર નામનો શખ્સ રેમડેસિવિર ઇન્જેક્શન કાળાબજારી કરી રહ્યો છે. પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોવાનું કહીને તેને ગુરૂપ્રસાદ ચોક નજીક બોલાવ્યો હતો. જ્યાં આરોપી દેવાંગ મેરે 10 હજારમાં રેમડેસિવિર ઈન્જેક્શન વેચતા પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પૂછપરછમાં સામે આવ્યું કે આ ઈન્જેક્શન તે તેના મિત્ર પરેશ વાજા પાસેથી લાવ્યો હતો. પોલીસે પરેશ વાજાની પણ ધરપકડ કરીને પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે તે સત્કાર હોસ્પિટલમાં નર્સિંગની કામગીરી કરે છે. આરોપી પરેશ જે દર્દીને ઈન્જેક્શનની જરૂર ન હોય તેના નામે ઈન્જેક્શન લઈ લેતો હતો અને મિત્ર દેવાંગ સાથે મળીને 10 હજારમાં વેચતો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">